ગુજરાતમાં નવા 412 પોઝિટિવ કેસ, જ્યારે 621 દર્દીઓએ આપી કોરોનાને માત
Live TV
-
રાજ્યમાં ક્યોર રેટ 39.20 ટકા હતો જે વધીને 56.43 ટકા થયો છે.
દિવસેને દિવસે કોરોના સંકટના ઘેરાઈ રહ્યું છે. તેને લઇને દેશમાં લોકડાઉન વધારવામાં આવ્યું છે ત્યારે રાજ્યમાં આજે કોરોનાના નવા 412 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં નવા 284 પોઝિટિવ કેસ આવ્યા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 55 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 621 દર્દીઓ સાજા થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે.રાજ્યમાં કુલ સાજા થયેલ દર્દીની સંખ્યા 9230 થઈ છે. ગત 24 કલાકમાં 27 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1007 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. રાજ્યમાં ક્યોર રેટ રાજ્યમાં ક્યોર રેટ 39.20 ટકા હતો જે વધીને 56.43 ટકા થયો છે.
