ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરીણામ જૂન મહિનાના પહેલા અઠવાડીયામાં આવશે
Live TV
-
ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 5 લાખ, 33 હજાર, 626 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
રાજય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ ની માર્ચ મહિનામાં યોજાયેલી પરીક્ષાનું પરીણામ જૂન મહિનાના પહેલા અઠવાડીયામાં આવશે. રાજ્યમાં કોરોના મહામારીને લઇને બે મહિના કરતા વધારે સમયથી લોકડાઉન ચાલી રહ્યો છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના પરીણામોની વિદ્યાર્થીઓ પણ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમાં ધોરણ 10માં 11 લાખ, 53 હજાર 762 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો રાજ્યમાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 5 લાખ, 33 હજાર, 626 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આ પહેલા ધોરણ 12 નું વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર થઇ ચૂક્યુ છે.
