ગુજરાતમાં નવા 510 પોઝિટિવ કેસ, જ્યારે 344 દર્દીઓએ આપી કોરોનાને માત
Live TV
-
ગત 24 કલાકમાં 35 દર્દીઓના મોત થયાં છે
દિવસેને દિવસે કોરોના સંકટના ઘેરાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છો. રાજ્યમાં આજે કોરોનાના નવા 510 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં નવા 324 પોઝિટિવ કેસ આવ્યા છે છેલ્લા 24 કલાકમાં દર્દીઓ 344 સાજા થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ સાજા થયેલ દર્દીની સંખ્યા 13011 થઈ છે. ગત 24 કલાકમાં 35 દર્દીઓના મોત થયાં છે. આ સાથે જ હાલ 63 લોકો વેન્ટિલેટર પર છે.
અમદાવાદ ૩૨૪
સુરત ૬૭
વડોદરા ૪૫
ગાંધીનગર ૨૧
મહેસાણા ૯
પાટણ ૬
જામનગર ૬
વલસાડ ૫
ભાવનગર ૪
અમરેલી ૪
ખેડા ૩
ભરૂચ ૩
સુરેન્દ્રનગર ૩
ડાંગ ૨
બનાસકાંઠા ૧
રાજકોટ ૧
અરવલ્લી ૧
સાબરકાંઠા ૧
છોટા ઉદેપુર ૧
જુનાગઢ ૧
નવસારી ૧
દેવભૂમમ દ્વારકા ૧
