Skip to main content
Settings Settings for Dark

ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા લેવા અંગે લીધો મહત્વનો નિર્ણય.

Live TV

X
  • બે જુલાઇ અને ૧૩ જુલાઇ એમ બે તબક્કામાં લેવાશે પરીક્ષા.સંજોગો અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને નક્કી કરાશે પરીક્ષા કેન્દ્ર. ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. જગદીશ ભાવસારે કરી જાહેરાત.

    ગુજરાત યુનિવર્સિટી એકેડમિક કાઉન્સિલ અને સિન્ડિકેટની બેઠક યુનિવર્સિટી ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ ભાવસારની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં ગુજરાત યુનિવર્સિટી દ્રારા પ્રથમ તબક્કાની પરીક્ષા બે જુલાઈના રોજ અને બીજા તબક્કાની પરીક્ષા 13 જુલાઈના રોજ યોજાશે. જેમા ગુજરાત યુનિવર્સિટીના 97000થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની પરીક્ષા ૧૩ જુલાઈના રોજ પ્રારંભ થશે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ખાસ સંજોગોમાં જિલ્લા કેન્દ્ર પર પણ પરીક્ષા કેન્દ્ર ગોઠવાશે. જુલાઈમાં યોજાનાર બે તબક્કાની પરીક્ષામાં વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શનનો વિકલ્પ અપાશે. આ ઉપરાંત ,ઈન્ટિગ્રેટેડ લોના વિદ્યાર્થીઓને લઈને યુનિવર્સિટી દ્વારા મેરીટ આધારિત પ્રમોશન આપવા માટેનો પણ યુનિવર્સિટી દ્વારા હકારાત્મક વિચારણા ચાલી રહી છે. સાથે જ આર્ટ્સ કોમર્સ અને સાયન્સના સેમેસ્ટર 2 અને 4 ના વિદ્યાર્થીઓને મેરીટ બીજ પ્રોફેશન આપવાનું હોવાથી તેમની પરીક્ષા ફીને આગામી સેમેસ્ટરની પરીક્ષા ફી તરીકે સ્વીકારવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply