Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં પ્રથમઃ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત 'પ્રજાના પ્રશ્નો' નામની એપ CM રુપાણીએ લોન્ચ કરી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ જીલ્લા પંચાયત દ્વારા વિકસાવવામાં આવેલી 'પ્રજાના પ્રશ્નો' નામની મોબાઈલ એપનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોન્ચિંગ કર્યું હતું.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ જીલ્લા પંચાયત દ્વારા વિકસાવવામાં આવેલી 'પ્રજાના પ્રશ્નો' નામની મોબાઈલ એપનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોન્ચિંગ કર્યું હતું.

    જિલ્લાની ગ્રામીણ પ્રજાના પ્રશ્નોની કે સમસ્યાઓની રજૂઆત આ એપ્લિકેશન દ્વારા કોઈ પણ નાગરિક પોતાના ઘરે બેઠા જ જિલ્લા પંચાયત પ્રમુખને કરી શકશે. આ રીતે ડિજિટલ ટેકનોલોજી સાથે પહેલ કરનારી રાજકોટ જિલ્લા પંચાયત રાજ્યની આવી એપ લોંચ કરનારી અગ્રીમ જિલ્લા પંચાયત બની છે.  રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓના 595 ગામોના નાગરિકો માત્ર પોતાના પ્રશ્નો જ નહીં, પંચાયતની કામગીરી સંદર્ભે પોતાના સુઝાવો પણ સીધા જ આ એપના માધ્યમથી જિલ્લા પંચાયત પ્રમુખને પહોંચાડી શકશે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેના લાભ મેળવવા માટેની પ્રક્રિયા પણ આ એપ મારફત ગ્રામજનો નાગરિકો સરળતાથી જાણી શકશે 

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ સેવા અભિગમ માટે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયત પ્રમુખની આ પહેલને રાજ્યની અન્ય જિલ્લા પંચાયતો માટે પ્રેરણારૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શહેરથી માંડીને ગ્રામીણ વિસ્તારો સુધીના દરેક નાગરિકને આજના ટેક્નોલોજીના યુગમાં નાગરિક કેન્દ્રી સેવાઓ ઓનલાઇન મળી રહે તે સમયની માંગ છે. રાજકોટ જિલ્લા પંચાયતનું આ કદમ તે દિશામાં રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે. મુખ્યમંત્રી વધુમાં કહ્યું કે, પ્રજાભિમુખ વહીવટ સાથે ત્વરિત પ્રશ્નોનો નિકાલ અને ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થાઓ માટેનો આ અભિગમ પ્રજાની અપેક્ષા આકાંક્ષા પૂર્ણ કરશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply