ભારતીય સેનાની શક્તિમાં થયો વધારોઃ 12 સ્વદેશી "બ્રિજિંગ સિસ્ટમ" ભારતીય સેનાને સોંપાઈ
Live TV
-
ભારતીય સેનાની શક્તિમાં વધારો થતાં સેના વધુ મજબુત બની છે. ભારતીય સેનામાં 12 શોર્ટ સ્પૈન બ્રિજિંગ સિસ્ટમ સામેલ થઈ છે.
ભારતીય સેનાની શક્તિમાં વધારો થતાં સેના વધુ મજબુત બની છે. ભારતીય સેનામાં 12 શોર્ટ સ્પૈન બ્રિજિંગ સિસ્ટમ સામેલ થઈ છે. સેના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણેને આજે આ સિસ્ટમ સોંપવામાં આવી.
દુર્ગમ વિસ્તારો જ્યાં પુલ નથી ત્યાં સેનાના વાહનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ઘણી જહેમત ઉઠાવવી પડતી હોય છે. આ સમસ્યાના ઉકેલ સ્વરુપે DRDOની મદદથી L & T કંપનીએ સાથે મળીને એક સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમ એટલે શોર્ટ સ્પૈન બ્રિજિંગ સિસ્ટમ. આ બ્રિજિંગ સિસ્ટમની મદદથી સેનાનો કાફલો, વાહનો, સાધન-સામગ્રીને પહાડો અને નદીઓ કે જ્યાં પુલ નથી તેવા વિસ્તારમાં સરળતાથી સ્થળાંતરીત કરી શકાશે. આ બ્રિજિંગ સિસ્ટમ એ સંપૂર્ણપણે સ્વદેશી સિસ્ટમ છે. આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાર્થક કરતી, આ શોર્ટ સ્પાન બ્રિજ સિસ્ટમ છે. આજે આ સિસ્ટમનું ડેમોન્સ્ટ્રેશન થયા બાદ ભારતીય સેનાને સોંપવામાં આવી છે.
