Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો માટે 19 જૂને યોજાશે પેટાચૂંટણી

Live TV

X
  • ગુજરાતની બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ બંને બેઠક માટે 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. 26 મેથી ચૂંટણીફોર્મ ભરવાની શરૂઆત થશે. ચૂંટણી પંચ દ્વારા સમયસૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા તમામ તૈયારી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની સીટ ખાલી પડી છે. તો વિસાવદરની સીટ પર આપમાંથી જીતેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા અહીં પણ ફરી પેટાચૂંટણી યોજાવાની છે.

    બેઠક પર 50 ટકા લેઉવા પટેલ મતદારોનો સમાવેશ

    જૂનાગઢ જિલ્લાની વીસાવદર વિધાનસભા બેઠકને ગુજરાતનું રાજકીય એપી સેંટર કહી શકાય. કેમ કે આ સીટ પરથી જ જીતીને ભાજપના દિગ્ગજ નેતા અને કેશુભાઈ પટેલ 1995માં પહેલીવાર મુખ્યમંત્રી બની ગાંધીનગરની ગાદી પર બેઠા હતા. ત્યારે લેઉવા પટેલના વર્ચસ્વવાળી આ સીટ પર મતદારોની વાત કરવામાં આવે તો 2.60 લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે અને એમાં 50% લેઉવા પટેલ મતદારોનો સમાવેશ થાય છે.

    વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં 170થી વધુ ગામોનો આ મત વિસ્તારમાં સમાવેશ થાય છે. છેલ્લા એક દાયકામાં એટલે કે, 2014થી 2024 સુધીના સમયમાં કેશુભાઈ પટેલ, હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી એમ કુલ 3 ધારાસભ્યએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્યું હોવાની ઘટના બનવા પામી છે. ત્યારે 10 વર્ષ બાદ ફરી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી સાથે સાથે વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply