ગુજરાતમાં મેઘમહેરની આગાહી: 30 મે થી 2 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા
Live TV
-
ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી અને ઉકળાટમાંથી રાહત મળવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા 30 મે થી 2 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'ની અસરને કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને 40 થી 50 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદ પડી શકે છે.હવામાન નિષ્ણાતોના મતે, આ વરસાદી માહોલને લીધે આગામી બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે, જેનાથી લોકોને ગરમીમાં મોટી રાહત મળશે. સાથે જ અરેબિયન સમુદ્રમાં ચોમાસા માટેની અનુકૂળ પરિસ્થિતિ પણ સર્જાઈ રહી છે.30 મે: કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી.31 મે: 30 મે ના વિસ્તારો ઉપરાંત મહેસાણા અને ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા.1 જૂન: ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદી માહોલ રહેશે.2 જૂન: સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ યથાવત રહેવાની આગાહી છે.
