Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં મેઘરાજાનો કહેર રહેશે યથાવત, IMD એ આ જિલ્લામાં રેડ અલર્ટ કર્યું જાહેર

Live TV

X
  • છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકામાં અન્ય રાજ્યોની સરખામણીમાં વરસાદ નોંધાયો

    દેશના મોટાભાગના વિસ્તારમાં મેઘ કહેર જોવા મળી રહ્યો છે. હાલના સમયમાં ખાસ કરીને ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ જોવા મળ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર 7 જિલ્લાની જળબંબાકારનો નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત નદી અને ડેમની નજીક આવેલા નીચાણવાળા વિસ્તારમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. 

    તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકામાં અન્ય રાજ્યોની સરખામણીમાં વરસાદ નોંધાયો છે. ત્યારે મોરબીમાં સૌથી વધુ વરસાદ 14 ઈંચ આવ્યો છે. તે ઉપરાંત વડોદરામાં 12 ઈંચ, રાજકોટ 4 ઈંચ, અમદાવાદ 13 ઈંચ, દ્વારકામાં 7 CM અને પોરબંદર 5 CM વરસાદ નોંધાયો છે.  26 ઓગસ્ટના રોજવ ગુજરાતના અમદાવાદમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની હતી, જેના કારણે શહેરોમાં હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRF તૈનાત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે આગામી એક-બે દિવસ ગુજરાતમાં વધુ ભારે વરસાદની સંભાવના છે. વિભાગે આજે પણ ગુજરાતના છ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.   

    પશ્ચિમ બંગાળના બાંકુરામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. બાંકુરામાં 10 સેમી વરસાદ નોંધાયો છે. ડાયમંડ હાર્બરમાં નવ CM વરસાદ થયો છે, જ્યારે કોલકાતાના અલીપોર અને દમદમ વિસ્તારોમાં અનુક્રમે 6 CM અને 4 CM વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે જણાવ્યું કે 26 ઓગસ્ટે દિલ્હીના સફદરજંગ વિસ્તારમાં પણ 2 CM વરસાદ પડ્યો હતો. તે જ સમયે હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઝારખંડ, કોસ્ટલ કર્ણાટક, મેંગલોર, કેરળ, ગોવા અને મહારાષ્ટ્રના રત્નાગીરીમાં ભારે વરસાદ થયો હતો.

    હવામાન વિભાગે પૂર્વ અને પશ્ચિમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદની ચેતવણી જારી કરી છે. રાજધાની દિલ્હીમાં પણ આજે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્હીમાં આગામી પાંચ દિવસ સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે. જેના કારણે ગરમીમાંથી રાહત મળશે અને વાતાવરણ ખુશનુમા રહેશે. પૂર્વોત્તર ભારતમાં આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઉપરાંત બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply