ગુજરાતમાં રામમંદિર નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત યોજાયા ફંડ રેસિંગ કાર્યક્રમો
Live TV
-
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રામ મંદિરના ભવ્ય નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ફંડ રેસિંગ કાર્યક્રમો યોજવામાં આવ્યા. અને પ્રથમ દિવસ 50 લાખથી વધુ ફાળો એકત્રિત કરવામાં આવ્યો.
મહેસાણાના વિસનગરમાં આઈટીઆઈ પાસેના જિલ્લા અભિયાન કાર્યાલય ખાતે નિધિ સમર્પણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. વિસનગર જિલ્લાના વિસનગર, વિજાપુર, કુકરવાડા, વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના ગામમાંથી રામ મંદિર માટે ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે જ 39 લાખ રૂપિયાનું દાન કરફવામાં આવ્યું છે. 27 ફેબ્રુઆરી સુધી નિધિ સમર્પણ અભિયાન ચાલુ રહેશે.
ખેડા જિલ્લાના નડીયાદ ખાતે RSS, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નિધિ સમર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ બે લાખ રૂપિયા, સાંસદ દેવુસિંહ ચૌહાણ, આરએસએસના અગ્રણી મનસુખ પટેલ અને પ્રફુલ પટેલે રામ મંદિરના નિર્માણ માટે એક લાખ અગિયાર હજાર એક સો અગિયાર રૂપિયાનું દાન આપ્યું હતું. કાર્યક્રમમાં એક જ દિવસમાં પચાસ લાખ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું.
દ્વારકામાં પણ હોમગાર્ડ ચોક ખાતે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું મહાઅભિયાન અંતર્ગત ફંડ રેસિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના મહમ્મદ હનીફ અબ્દુલભાઈ ચુચાએ સૌપ્રથમ દાન આપી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.
