પ્રધાનમંત્રી વિડિયો કોન્ફરન્સથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે વિવિધ પ્રદેશને સાંકળતી 8 ટ્રેનને આપી લીલી ઝંડી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સથી નવા પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે વિવિધ પ્રદેશને જોડતી 8 ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ ટ્રેનો દેશના જુદા જુદા વિસ્તાર થી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડશે. અમદાવાદ અને કેવડિયા વચ્ચે આજથી શરૂ થનાર જન શતાબ્દી એક્સપ્રેસના વિસ્ટાડમ કોચની તસવીરો પ્રધાનમંત્રીએ કહ્યુ કે, આજે રેલ્વેના વિજન અને સરદાર પટેલનું મિશન સાકાર થયું છે. સાથે જ એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ પણ આજે જોવા મળ્યુ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ સંપર્ક સેવા શરૂ થતા નર્મદાના ધાર્મિક અને પ્રાચિન ક્ષેત્રોના વિકાસને વેગ મળશે તેમજ રોજગારી અને સ્વરોજગારીના અવસરો ઉભા થશે. સાથે જ તેમણે ગુજરાતમાં રેલવેની અન્ય પરિયોજનાઓનુ પણ ઉદ્ઘાટન કર્યુ હતુ. પ્રધાનમંત્રી ડભોઇ-ચાંદોદ બ્રોડગેઝ રેલવે લાઇન, નવવિદ્યુતીકૃત પ્રતાપનગર કેવડિયા અને ડભોઇ-ચાંદોદ તથા કેવડિયામાં સ્ટેશનોની નવી ઇમારતોનુ પણ ઉદ્ઘાટન કર્યુ હતુ. આ ઇમારતોમાં સ્થાનીય વિશેષતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. કેવડિયા સ્ટેશન ભારતનુ એવુ પ્રથમ રેલ્વે સ્ટેશન છે જેને ગ્રીન બિલ્ડંગ પ્રમાણપત્ર મળ્યુ છે. આ પ્રસંગે કેન્દ્રિય રેલ મંત્રી પિયુષ ગોહેલ અને રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે સરદાર વલ્લભભાઇ પેટલના યોગદાનને યાદ કર્યા હતા તેમજ મોદી સરકારમાં થયેલ વિવિધ વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
