ગુજરાતમાં લિંગ પ્રમાણના આઘાતજનક આંકડા, 1000 પુરુષે માત્ર 848 સ્ત્રીઓ
Live TV
-
ગુજરાતમાં વર્ષ 2001માં 1000 પુરૂષે 886 સ્ત્રી હતી જે ઘટતા બન્યો ચિંતાનો વિષય.
ગુજરાતમાં જન્મ સમયે સ્ત્રી-પુરૂષ લિંગાનુયાન ઘટી રહ્યું છે. આ આંકડાઓ બધાને વિચારમાં કરી દીધા છે. આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં વર્ષ 2001માં 1000 પુરૂષે 886 સ્ત્રી હતી જે ઘટીને વર્ષ 2016માં 848 થઇ છે. જે બાબત ચિંતાજનક છે. પુત્રપ્રાપ્તિની ઘેલછા, આના માટે જવાબદાર હોઇ શકે. ઉપરાંત ગેરકાનૂની જાતીય શિક્ષણ પણ આના માટે જવાબદાર છે.
આરોગ્ય કમિશનર જયંતી રવિએ રહ્યું કે ભારત સરકારના રજિસ્ટ્રાર જનરલ દ્વારા પ્રકાશિત સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ વર્ષ 2015ના અહેવાલમાં જન્મ સમયે જાતી પ્રમાણ દર 1000 પૂરૂષોએ 854 સ્ત્રીઓનો હતો જે વર્ષ 2016માં ઘટીને 848 થયો હતો. જયારે અમદાવાદ જીલ્લામાં સૌથી વધુ 978 સ્ત્રીઓ છે. આ ગંભીરતાને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારે જન આંદોલન ઉભુ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યની વાત કરીએ તો વર્ષ 2004માં 891નો રિશેયો હતો જ્યારે વર્ષ 2014માં વધી 907 થયો હતો. પરંતુ છેલ્લા આંકડા વર્ષ 2016માં ઘટીને 848 થઇ ગયા છે. જે ચિંતાનો વિષય બની રહ્યો છે.