ગુજરાતમાં લોકો પીવા માટે ઉપયોગ છે નર્મદાનુ પાણી
Live TV
-
નર્મદાનુ પાણી પ્રદુષિત થતુ અટકાવવા 1.70 લાખ વૃક્ષો કપાશે
ગુજરાત રાજ્યના નાગરિકો હાલમાં સરદાર સરોવર નર્મદા બંધનું પાણી પી રહ્યા છે. નર્મદા બંધને કારણે ડૂબતાં જતાં વિસ્તારમાં ઉભેલા વૃક્ષો પાણીમાં અડી જવાને લીધે પાણી પ્રદૂષિત થાય છે. નર્મદાના જળને પ્રદૂષિત થતું અટકાવવા હાલમાં ઉપરના વિસ્તારોમાં વૃક્ષો કાપવાની કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારમાં વૃક્ષો સડી જવાને લીધે પાણી પ્રદૂષિત થતુ અટકાવવા માટે ઉપરવાસ વિસ્તારોમાં નેવું હજાર, મહારાષ્ટ્રના અઠ્ઠાવન હજાર અને છોટાઉદેપુર જિલ્લામાં ત્રેવીસ હજાર સહિત એક લાખ 70 હજાર વૃશ્રો કાપવાની કામગીરી ચાલી રહી છે.