રંઘોળા અકસ્માત : મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી 1.04 કરોડની સહાય
Live TV
-
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રંઘોળા ગામે પહોંચ્યા હતા જ્યાં મૃતકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી.
ભાવનગર નજીક થયેલા ઘમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામલે લોકોના પરિવારજનોને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સહાયતા આપવામાં આવી છે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા રંઘોળા ખાતે પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનો સાંત્વના પાઠવી હતી. ઘટનામાં મૃત્યુ પામલે લોકોના પરિવારજનોને તેમણે 1.04 કરોડની સહાયનો ચેક આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જાનૈયા ભરેલી ટ્રકને ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલ રંઘોળા ખાતે ગમખ્વાર અકસ્માત નળ્યો હતો. ડ્રાઈવરની બેદરકારીને કારણે ટ્રક પુલ પરથી નીચે ખાબક્યો હતો, જેને કારણે ટ્રકમાં 60 જેટલા લોકો સવાર હતા. ઘટના સમયે 31 લોકોના મોત થયા હતા, જ્યારે સારવાર દરમિયાન અન્ય લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક 38 થયો હતો.
અંકિત ચૌહાણ, ડિજિટલ ન્યૂઝ રૂમ, દૂરદર્શન સમાચાર