ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા નહિવત
Live TV
-
દરિયા કિનારા વિસ્તારો પર ફકત ચેતવણી અપાઇ
હવામાન ખાતાએ આગાહી કરી છે કે નૈઋત્ય એટલે કે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર પર સર્જાયેલું ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન 11 કિમી પ્રતિ કલાકની ઝડપથી વાયવ્ય એટલે કે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. તે અરબી સમુદ્રમાં આવેલા સોકોત્રા ટાપુની અગ્નિ એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં 520 કિમીએ કેન્દ્રિત થયું છે. તે આગામી ચોવીસ કલાકમાં વાવાઝોડામાં ફેરવાવા શક્યતા છે અને તે પછીના 24 કલાકમાં ભારે વાવાઝોડું સર્જાઈ શકે છે. ગુજરાત તરફ આવવાની શક્યતા ઓછી છે. પરંતુ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આને જોતાં સાવચેતીના પગલા રૂપે માછીમારોને નૈઋત્ય અરબી સમુદ્રમાં ન જવા ચેતવણી જાહેર કરાઈ છે.
