Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ એપનો થઇ શરૂ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં એપનો કરાયો પ્રારંભ

    ગુજરાતમાં ડિજિટલ ઇન્ડિયાની સંકલ્પનાને સાકાર કરવાના હેતુસર 108 એમ્બ્ચુલન્સની સેવાઓને ટેકનોલોજીના માધ્યમથી જોડવામાં આવી છે. અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ એપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ નવી 10 એમ્બ્યૂલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 108 એમ્બ્યુલન્સ સેવાને 108 મોબાઇલ એપ્લીકેશનથી જોડીને લોકોને ઝડપી અને ત્વરિત સેવા મળે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. આ મોબાઇલ એપના ઉપયોગથી 108 એમ્બ્યુલન્સને કોલ કરનારી વ્યક્તિનું ચોક્કસ સ્થળ ગૂગલ મેપના લેટ લોન્ગ સાથે મળી જશે. જેથી 108 એમ્બ્યુલન્સને દર્દી સુધી પહોંચવા માટે સરનામું શોધવાનો સમય બચી જશે. તેમજ કોલ કરનાર વ્યક્તિને પણ એમ્બ્યુલન્સને દર્દી સુધી પહોંચવાનો અંદાજિત સમય કેટલો થશે તેની માહિતી મળી રહેશે, આ ઉપરાંત આ એપ દ્રારા નજીકમાં કઇ હોસ્પિટલ કે બ્લડબેન્ક છે વગેરેની માહિતી પણ મળી શકશે. ઇમર્જન્સીમાં સત્વરે સેવા પહોંચાડતી આ ટેકનોલોજીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકારી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply