Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,અમદાવાદમાં જોરદાર વરસાદી ઝાપટુ

Live TV

X
  • સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ 5 વર્ષ બાદ છલકાયો, 10 દરવાજા ખોલાતા 17 ગામોને એલર્ટ અપાયું

    અમદાવાદમાં ધોધમાર વરસાદ, કાળાડિબાંગ વાદળો ઘેરાયા

    અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં સવારના સમયે જાણે કે સમી સાંજ ન પડી ગઇ હોય તેવું વાતાવરણ જોવા મળ્યુ છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને કડાકા ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.વહેલી સવારથી શહેરના ગોતા, રાણીપ, સાબરમતી, ન્યૂ રાણીપ, સુભાષ બ્રિજ, મોટેરા, ચાંદખેડા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, નરોડા, સરદારનગર, એરપોર્ટ, કૃષ્ણનગર, નિકોલ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગાંધીનગર શહેરમાં પણ સવારથી વરસાદી માહોલ વચ્ચે એકાદ કલાક ધોધમાર વરસાદ વરસી ગયો છે.

    દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ

    દક્ષિણ ગુજરાત સહિત નવસારીમાં ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. નવસારી શહેર સહિત જીલ્લામાં આજ સવારથી દેમાર વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં અને જલાલપોર તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે જલાલાલપોર તાલુકાના મરોલી ઉભરાટ રોડ પર કોળી પટેલ સમાજ ની વાડી પાસે પાણી ભરાતા મરોલી ઉભરાટ માર્ગ બંધ થયો છે. મરોલી હોસ્પિટલના કંપાઉન્ડમાં ઝાડ જમીનદોસ્ત થતા મોપેડને અને રિક્ષા ને નુકસાન થયું છે. વહીવટીતંત્ર દ્વારા ઝાડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારી-વિજલપોર શહેરમાં અવિરત વરસાદ ખાબકતાં મુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરતા વાહચાલકો હાલાકી પડી છે.નવસારીના ચીખલી, ગણદેવી અને નવસારીમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે.

    સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ 5 વર્ષ બાદ છલકાયો, 10 દરવાજા ખોલાતા 17 ગામોને એલર્ટ અપાયું

    સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ 5 વર્ષ બાદ ઓવરફ્લો થતાં લોકોમાં હરખ જોવા મળી રહ્યો છે. ડેમ ઓવરફ્લો થતાં 10 દરવાજા ખોલવામાં આવ્યાં છે. જેથી નીચાણવાળા વિસ્તારો સહિત 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમ છલકાતાં ખેતીમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેવાના કારણે વિપુલ પ્રમાણમાં ખેત ઉત્પાદન થશે અને પાણીનો પ્રશ્ન હલ થયો છે.

    ગીરગઢડાનો રાવલ ડેમ છલકાયો

    રાજ્યનાં હવામાન ખાતાની આગાહી મુજબ ગીર જંગલમાં બારે મેઘ ખાંગા થયા હતા.જંગલ માંથી પસાર થતી રાવલ નદી પર ગિરગઢડાનાં ચીખલકુબા ગામ પાસે રાવલ ડેમ આવેલો છે.રાવલ ડેમમાં પાણીની પુષ્કળ આવક શરૂ રહેતા 2 દરવાજા 1-1 ફૂટ ખુલ્લાંજ રાખવામાં આવ્યા છે.જેને લઈ રાવલ નદીમાં હાલ પુષ્કળ માત્રામાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે.ગીર જંગલમાં સીઝનનાં વરસાદનાં બીજા રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા બારે મેઘ ખાંગા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.ખાસ કરી ને ગીરની ગોદમાં ધોધમાર વરસાદનાં કારણે રાવલ ડેમમાં પાણીની આવક વધતા તે પૂર્ણ સપાટીએ ભરાઈ જતા ડેમનાં 2 દરવાજા એક એક ફૂટ ખુલ્લા રાખવાની સિંચાઈ વિભાગને ફરજ પડી છે.ગીરગઢડા અને ઉનાનાં અનેક ગામોની પીવાનાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.પ્રથમ વરસાદે જ દ્રોણેશ્વર મહાદેવે કૃપા વરસાવી હતી.સમગ્ર દેશ કોરોના સામે લડાઈ લડી રહ્યો છે.ત્યારે આવી બિહામણી સ્થિતિની વચ્ચે મેઘરાજાએ સ્ફોટક બેટિંગ કરતા સમગ્ર તાલુકાં અને ગ્રામ્ય વિસ્તાર સહિત દીવ જિલ્લા માટે પાણી પ્રશ્નને દેશવટો આપી દીધો છે.ઉના અને ગિરગઢડા તાલુકાનાં અનેક ગામો માટે વર્ષ ભરની સિંચાઈ અને પીવાનાં પાણીની સમસ્યાનો અંત રાવલ ડેમ ભરાવાને કારણે અંત આવ્યો છે.રાવલ ડેમ દરિયા કાંઠાનાં 35 થી વધુ ગામોને પીવાનું પાણી વિતરણ કરે છે.જ્યારે કેનાલ દ્વારા હજારો એકર જમીનને પિયત માટે પાણી આપે છે.તો સાથે દીવ જિલ્લાની તરસ પણ છીપાવે છે.ગીર સોમનાથ જિલ્લા માટે મેઘરાજાએ સોળ આની વર્ષ બનાવી દીધું છે.ગીર જંગલ નજીકનો આ રાવલ ડેમ પૂર્ણ રીતે ભરાઈ જતા અદભુત નઝારો ખડો થયો છે.હાલ પણ રાવલ નદીમાં પાણી ચાલુ હોય પુરની પરિસ્થિતિને લઈ 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમાં ચીખલકુબા, ધોકડવા,સામતેર, સહિતનાં ગામો આવેલા છે.રાવલ ડેમ ગિરગઢડા અને ઉના તાલુકા માટે જીવાદોરી સમાન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply