ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ રાજકોટની મુલાકાતે
Live TV
-
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે.આજે કાર્યકરો સાથે મુલાકાત કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા સી.આર.પાટિલે કહ્યું કે આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 182 બેઠક જીતવાનો અમારો ટાર્ગેટ છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે.આજે કાર્યકરો સાથે મુલાકાત કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા સી.આર.પાટિલે કહ્યું કે આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 182 બેઠક જીતવાનો અમારો ટાર્ગેટ છે.અને તેના માટે રોડમેપ પણ તૈયાર છે.તો આવનારી પેટા ચૂંટણીને લઈ પણ પાટિલે કહ્યું કે તમામ આઠેય બેઠક અમે જીતીશું.પ્રદેશ પ્રમુખે મીડિયાના માધ્યમથી કાર્યકરોને કહ્યું કે ભાજપમાં પદ અને ટિકિટ લાયકાતના આધારે જ મળશે.સંગઠનમાં દરેક સમાજને સ્થાન આપવામાં આવશે.તમામ કાર્યકરોના સુચનો સાંભળવામાં આવ્યા છે.અને તે ઘણા જ હકારાત્મક છે.
