Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં 10 જૂનથી લઈને 16 જૂન સુધી ગાજવીજ સાથે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી

Live TV

X
  • 11 જૂને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો.અમરેલીમાં સતત બીજા દિવસે જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો.જેમાં સૌથી વધુ વરસાદ તાપીમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે, 10 જૂનથી લઈને 16 જૂન સુધી ગાજવીજ સાથે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

    સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

    11 જૂને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી

    12 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી

    13 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી

    14 જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી

    15 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં આગાહી

    16 જૂને વરસાદ પડનાર જિલ્લાઓની વિગત

    નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કેરીના વેપારીઓમાં અને ખેડૂતોમાં દોડધામ મચી વલસાડ જિલ્લામાં કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગત રાત્રે વરસાદ ખાબક્યો હતો. રાત્રે 10થી 12 દરમિયાન ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

    કપરાડા તાલુકામાં 49 MM, ધરમપુર તાલુકામાં 74 MM વરસાદ પડ્યો હતો. ધરમપુરની ન્યુ APMCમાં કેરીના વેપારીઓમાં અને ખેડૂતોમાં દોડધામ મચી હતી.

    ધરમપુર APMCમાં કેરીના વેપારીઓ કેરી બચાવવા માટે પ્લાસ્ટિક અને તાડપત્રી વડે કેરીના કેરેટને ઢાંકીને કેરીને વરસાદથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply