ગુજરાતમાં 1095 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો આવશે, 1230 જેટલા રોજગાર અવસરો રાજ્યમાં ઊભા થશે
Live TV
-
આગામી જાન્યુઆરી-2024માં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધરૂપે આજે વધુ 5 MoU સંપન્ન થયા છે. આજે થયેલા MoUમાં પેકેજીંગ મટિરિયલ ઉત્પાદન, પ્લાસ્ટિક, ટેક્ષટાઇલ અને રિન્યુએબલ સેક્ટરના પ્રોજેક્ટસ, ફોર્મ્યુલેશન અને API તથા ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ખાદ્યતેલ, ગ્રીન ટી, રેડિ ટુ ઇટ ગુજરાતી ખીચડી, દેશી ગીર ગાયનું ઘી અને મધ ઉત્પાદન તથા ગ્રીનફિલ્ડ પ્લાન્ટ અંતર્ગત રેડી ટુ કુક પ્રોડક્ટસ માટેના MoUનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીની ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ પાંચ MoU દ્વારા કુલ 1095 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો રાજ્યમાં આવવાના છે. આના પરિણામે આગામી વર્ષમાં 1230 જેટલા રોજગાર અવસર પણ ઊભા થશે. આગામી વાયબ્રન્ટ સમિટની શરૂઆત પૂર્વે જ રાજ્ય સરકારે રાજ્યમાં મૂડીરોકાણો મેળવવા માટે વિવિધ ઉદ્યોગકારો સાથે વિવિધ MoU કર્યા છે. જુલાઈ-2023થી અત્યાર સુધીમાં 7 તબક્કામાં કુલ 13,536 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો માટેના MoU થયા છે. આ 7 તબક્કામાં થયેલા વિવિધ MOUના પરિણામે આગામી સમયમાં 50,717 જેટલા રોજગાર અવસરો રાજ્યમાં ઊભા થવાના છે.
