ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના 50 ટકા લોકોને કોરોનાની રસી અપાઈ
Live TV
-
ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના 50 ટકા લોકોને કોવિડની રસી આપવામાં આવી છે. અને પ્રતિ દસ લાખની વસતીએ રસીકરણ કામગીરીમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે ગઇકાલે મળેલી કોર સમિતિની બેઠકમાં આ વિગતો આપવામાં આવી હતી. ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના ચાર કરોડ, 93 લાખ, 20 હજાર 903 લોકોમાંથી 50 ટકા, એટલે કે, બે કરોડ 48 લાખ 56 હજાર 842 લોકોને કોવિડની રસીનો પહેલો ડોઝ ગઇકાલ સુધીમાં આપવામાં આવ્યો છે. જ્યારે 77 લાખ 57 હજાર 619 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
