ગુજરાતમાં 3મે પછી 2 ડિગ્રીનો વધારો, સૌરાષ્ટ્રમાં યેલો અને દીવમાં ઓરેન્જ એલર્ટ
Live TV
-
ગુજરાતમાં 3મે પછી 2 ડિગ્રીનો વધારો, સૌરાષ્ટ્રમાં યેલો અને દીવમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, 3 મે પછી 2 ડિગ્રીનો વધારાની શક્યતા
સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હિટવેવની અગાહી કરવામાં આવી છે , જે મુજબ દીવમાં સીવિયર હીટવેવની અગાહી કરવામાં આવી છે, કચ્છમાં પણ 2 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે , અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો વધવાની શક્યતા છે. જે અનુસાર અમદાવાદમાં તાપમાન 42થી 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવું છે.
ગુજરાતમાં એપ્રિલ મહિનામા જ અંગ દઝાડતી ગરમી પડવા લાગી છે. 40 ડિગ્રીના આસ પાસ તાપમાન રહે છે છતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો હજુ 2થી 3 ડિગ્રી વધશે તો લોકોનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. હિટ વેવથી બચવાનાં ઉપાયો કરવા જોઈએ. બને ત્યાં સુધી તાપમાં ન ફરવું.