પુસ્તકો વાંચવાનો શોખ વિકસે તે માટે મોરબી રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દ્વારા હાથ ધરાયુ એક અનોખું કાર્ય
Live TV
-
પુસ્તકો વ્યક્તિના સાચા મિત્ર કહેવામાં આવે છે. પરંતુ હાલ ઈન્ટરનેટ અને મોબાઈલના જમાનામાં યુવા વર્ગ પુસ્તકોથી દૂર જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોમાં પુસ્તકો વાંચવાનો શોખ વિકસે તે માટે મોરબી રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ એક અનોખું કાર્ય કરી રહ્યું છે.
શહેરના વિવિધ જાણિતા વિસ્તારોમાં સ્ટોલ ઉભા કરી ત્યાં લોકો પાસેથી જૂના પુસ્તકો એકત્રિત કરવામાં આવે છે. ધોરણ 3થી 12ના પુસ્તકો એકઠા કરી તેને જરૂરિયાત મંદોને ફ્રીમાં આપવામાં આવે છે.
આ સ્ટોલ પર અત્યાર સુધી 618 જેટલા વિવિધ ધોરણના સેટ દાન સ્વરૂપે મળ્યા છે. જ્યારે 150 જેટલા સેટને જરૂરિયાત મંદને આપવામાં આવ્યા છે. શૈક્ષણિક સંઘાની આ અનોખી પહેલને શહેરમાં સારી પ્રતિસાદ મળી રહ્યો છે.