ગુજરાતમાં 8 લાખ 71 હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવી
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિની સ્થિતિ અંગે સમીક્ષા કરી.
ગુજરાતમાં 8 લાખ 71 હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં કૃષિવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે પ્રાકૃતિક કૃષિની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, આગામી બે વર્ષમાં આપણે ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃત્તિક ખેતી કરતો પ્રદેશ બનાવવો છે. સમગ્ર દેશ ગુજરાત પાસેથી પ્રેરણા લે એવું રાજ્ય બનાવવું છે. ઉલ્લેખનીય છે કે, કૃષિ વિભાગ દ્વારા વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. છેલ્લા ચાર મહિનામાં 12 લાખ 64 હજાર ખેડૂતોને ઘર આંગણે તાલીમ આપવામાં આવી છે. 8,441 ગામો એવા છે, જેના 75 ટકાથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે.