ભાવનગરવાસીઓની માંગણી સંતોષાઈ, ભાવનગર-હરિદ્ધાર સપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડવામાં આવી
Live TV
-
સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી હતી.
ભાવનગરવાસીઓની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે. 4 સપ્ટેમ્બરે ભાવનગર-હરિદ્ધાર સપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી દેખાડવામાં આવી હતી. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળના પ્રયાસો બાદ રેલવે વિભાગે સપ્તાહિક ટ્રેન દોડાવવાની મંજૂરી આપી હતી. જેથી સાંસદ ભારતીબેન શિયાળ ઉપરાંત સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી હતી. ટ્રેનની શરૂઆત થતાની સાથે જ બંને ટ્રેન હાઉસફૂલ થઈ ગઈ હતી. દર સોમવારે રાત્રે 8:20 મિનિટે ભાવનગર-હરિદ્ધાર વચ્ચે એક્સપ્રેસ ટ્રેન ઉપડશે, જે બુધવારે વહેલી સવારે 3:40 મિનિટે હરિદ્ધાર પહોંચશે. હરિદ્ધારથી આ ટ્રેન દર બુધવારે વહેલી સવારે 05:00 હરિદ્ધારથી ઉપડશે અને ગુરૂવારે બપોરે 12:45 મિનિટે ભાવનગર રેલવે સ્ટેશને પહોંચશે.
આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી જંક્શન, ધનેરા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડ઼ી જંકશન, જોધપુર, ડેગાના જંક્શન, છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ જંક્શન, ચૂરૂ જંક્શન, સાદુલપુર જંક્શન, હિસાર જંક્શન, જાખલ જંક્શન, સુનામ ઉધમ સિંહ વાલા, ધૂરી જંક્શન, પટિયાલા, રાજપુરા જંક્શન, અંબાલા કેન્ટ જંક્શન, સહારનપુર જંક્શન અને રૂડકી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ કરાયા.