ગુજરાત અને સ્વિડીશ કંપની I.K.E.A. વચ્ચે રાજ્યમાં હોમ ફર્નિશીંગ સ્ટોર્સ શરૂ કરવા માટેના MOU
Live TV
-
બે હજાર થી ત્રણ હજાર કરોડનું અંદાજિત રોકાણ રાજ્યમાં આવશે
ગુજરાત સરકાર અને, સ્વિડીશ હોમ ફર્નિશીંગ કંપની I.K.E.A. વચ્ચે, રાજ્યમાં ,હોમ ફર્નિશીંગ સ્ટોર્સ શરૂ કરવા માટેના ,MOU ગઈકાલે ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં આ સમજૂતી કરાર ઉપર, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ અને ઉદ્યોગ અગ્રસચિવ ,શ્રી મનોજકુમાર દાસ અને ,I.K.E.A. ઇન્ડિયાનાં પ્રોપર્ટી હેડ, ડેવિડે ,પરસ્પર હસ્તાક્ષર કર્યા હતા.શ્રી મનોજકુમાર દાસે ,આ MOU ની વિગતો આપતા જણાવ્યું કે , આ સ્વિડીશ હોમ ફર્નિશીંગના, ગુજરાતમાં આગમનથી ,બે હજાર થી ત્રણ હજાર કરોડનું અંદાજિત રોકાણ ,રાજ્યમાં આવશે, તેમજ બે હજાર પ્રત્યક્ષ અને 3 હજાર પરોક્ષ રોજગાર અવસર સાથે કુલ પાંચ હજાર લોકોને રોજગારી મળશે. I.K.E.A. પોતાના રિટેલ સ્ટોર્સ શરૂ કરવા ,પ્રથમ શહેર તરીકે અમદાવાદ પર પસંદગી ઉતારશે. I.K.E.A. દ્વારા, આ પ્રકારના ,MOU હરિયાણા, કર્ણાટક , તેલંગાણા અને મહારાષ્ટ્ર સાથે પણ કરવામાં આવ્યા છે.