સુરત-રીનોવેટ કરેલા કિલ્લાને નાયબ મુખ્યપ્રધાનના હસ્તે આજે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો
Live TV
-
2016થી સુરત પાલિકા દ્વારા આ કિલ્લાનું રીપેરીંગ કામ હાથ પર લઇ કિલ્લામાં આજે બે વર્ષમાં 50 ટકા કામ પુરૂ કરી અસલ સ્વરૂપ આપવવાની કોશિશ કરી છે
સુરતના રીનોવેટ કરેલા કિલ્લાને નાયબ મુખ્યપ્રધાન આજે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો... ચોકબજાર તાપી નદીના કિનારે આવેલા કિલ્લા બાબતે આજ દિન સુધી એવી જાણકારી હતી કે તે 1540 એટલે કે સોળમી સદીમાં પોર્ટુગિઝોના હુમલાથી બચાવ માટે ખુદાવંદખાને બનાવડાવ્યો હતો. પરંતુ રીનોવેશન વખતે એવી હકીકત બહાર આવી છે કે ખરેખર કિલ્લો 1373માં ફિરોજશાહ તુગલકે બનાવડાવ્યો હતો. તે વખતે ભીલોના હુમલાથી બચાવ માટે નાના કિલ્લો બન્યો હતો પછીથી ખુદાવંદ ખાને તેમાં સુધારા કર્યા હતા. 2016થી સુરત પાલિકા દ્વારા આ કિલ્લાનું રીપેરીંગ કામ હાથ પર લઇ કિલ્લામાં આજે બે વર્ષમાં 50 ટકા કામ પુરૂ કરી અસલ સ્વરૂપ આપવવાની કોશિશ કરી છે.જે શુક્રવારથી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો..
પહેલા બનેલા નાના કિલ્લાના અવશેષો મળ્યા છે. તેનો પાયો કિલ્લામાં પ્રવેશ કરતા જમણી બાજુ જોવા મળશે. રીનોવેશન સાથે સંકળાયેલા તજજ્ઞો કહે છે કે અવશેષોની બાંધકામની શૈલી 14મી સદીની છે. તે ઉપરાંત કેટલાક પુસ્તકોમાં તેનો ઉલ્લેખ પણ છે.
-1373 ફિરોજશાહ તુગલકે કિલ્લો બનાવડાવ્યો
-1540 ખુદાવંદખાને આ કિલ્લો મોટો કર્યો
-1573 સુરતના આ કિલ્લો અકબરે જીત્યો
-1759 અંગ્રેજોએ આ કિલ્લો કબજો કર્યો
-1862 સરકારી કચેરીઓ શરૂ થઇ