મુખ્યમંત્રીએ ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંક લિ. ના રજીસ્ટર્ડ ઓફિસના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યુ
Live TV
-
આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ 34 કરોડના ખર્ચે તૈયાર થયુ છે નવુ ભવન
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સુરતના અઠવાગેટ વનિતા આશ્રમ ખાતે ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ.ના ઉદ્દઘાટન કર્યુ હતુ..આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ 34 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત રજીસ્ટર્ડ ગ્રીન બિલ્ડીગ 47000 સ્કે.મીટર વિસ્તારમાં નિર્માણ કરાઈ છે..દરેક ફલોર પર ગાર્ડનિંગની સુવિધા સાથે પર્યાવરણની પણ વિશેષ કાળજી લેવામાં આવી છે. અગાશી ઉપર 36 કિલોવોટ સાથેની સોલાર પેનલ મૂકવામાં આવી હોવાથી 30 ટકા વીજ બચત થશે."સુરત તેમજ તાપી જિલ્લાના ગરીબ અને આદિવાસી ખેડૂતોને રાહતદરે લોન પુરી પાડતી ડિસ્ટ્રિકટ બેંકની સ્થાપના 1909માં થઈ હતી. ઉત્તરોત્તર પ્રગતિ કરીને આ સહકારી બેંક 109 વર્ષનો સમયગાળો પસાર કર્યો છે.
આ સમારોહમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, રાજ્યના મંત્રી ગણપતભાઈ વસાવા, નવસારીના સાંસદ સી.આર.પાટિલ સહિત સુરત જિલ્લાના ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા..આ પ્રસંગે સમારોહને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે સરકારની યોજનાઓ એવી હોય કે જેથી છેવાડાના માનવીને જોઈતી સુવિધા મળી રહે..સરકાર આ પ્રકારની વ્યવસ્થાના નિર્માણ માટે હંમેશા કાર્યરત રહી છે..