ગુજરાત: અમરેલીમાં નોંધાયું સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન
Live TV
-
રાજ્ય સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધતા લોકોની મુશકેલીઓ વધી રહી છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં 2 દિવસ અગાઉ કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો ઉંચે ચઢતા ચારેબાજુ જાણે આકાશમાંથી અગન વર્ષા થઈ રહી હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે. રાજ્યમાં અમરેલી 44 ડિગ્રી સાથે દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.
જ્યારે રાજકોટમાં 43.8 ડિગ્રી, સુરેન્દ્રનગર અને મહુવામાં 43.4 ડિગ્રી, કેશોદમાં 42.7 ડિગ્રી, અમદાવાદમાં 42.2 ડિગ્રી, સુરત અને જૂનાગઢમાં 42.1 ડિગ્રી, ભાવનગરમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોરબંદર, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાનાં દરિયા કિનારા વિસ્તારમાં હીટવેવની અસર વધુ જોવા મળશે. હજુ આવતીકાલ સુધી તાપમાનમાં રાહત નહીં જોવા મળે.