Skip to main content
Settings Settings for Dark

ગુજરાત-ઇટાલી સહયોગની નવી દિશા: પીએમ મોદીના વિઝન સાથે 'વિકસિત ગુજરાત @ 2047'ના રોડમેપ પર ચર્ચા

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઇટાલીના રાજદૂત શ્રીયુત એન્ટોનિયો બાર્ટોલીએ ગાંધીનગરમાં મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન મેન્યુફેક્ચરિંગ, સ્પોર્ટ્સ, ફૂડ પ્રોસેસિંગ, વેસ્ટ ટૂ એનર્જી અને સ્પેસ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહભાગીતાની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી. સીએમ પટેલે ગુજરાતના 'વિકસિત ગુજરાત @ 2047'ના ધ્યેયને રજૂ કર્યો, જ્યારે શ્રીરાજદૂતે ગુજરાતના પ્રતિનિધિમંડળને ઇટાલી આવવા આમંત્રણ આપ્યું.

    ગાંધીનગર | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇટાલીના ભારતીય રાજદૂત શ્રીયુત એન્ટોનિયો બાર્ટોલીએ ગુરુવારે ગાંધીનગરમાં લીધી હતી. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અને ગુજરાતમાં બહુવિધ ક્ષેત્રોમાં સહકારની તકો શોધવાના ઉદ્દેશ્યથી યોજાઈ હતી.

    મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાત અને ઇટાલીનું સામર્થ્ય

    ઇટાલી યુરોપમાં 'સેકન્ડ ઇન્ડસ્ટ્રિયલ પાવરહાઉસ' અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વિશેષજ્ઞતા ધરાવે છે. આ સંદર્ભમાં, ભારતના મેન્યુફેક્ચરિંગ હબ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહભાગીતાની તકો વિશે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથે રાજદૂતે ફળદાયી પરામર્શ કર્યો હતો.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇટાલીના રાજદૂતનું સ્વાગત કરતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @ 2047' ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત 'વિકસિત ગુજરાત @ 2047' ના રોડમેપ સાથે અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે.

     "ગુજરાતે પોલિસી ડ્રિવન સ્ટેટ અને દેશના મેન્યુફેક્ચરિંગ હબ બનવા સાથે આ વિકસિત ગુજરાત @ 2047 રોડ મેપમાં લીવીંગ વેલ – અર્નિંગ વેલના ધ્યેય સાથે રાજ્યની આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક પ્રગતિના નવા સીમાચિન્હો સર કરવાનો અભિગમ અપનાવ્યો છે." - મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

    દ્વિપક્ષીય સંબંધો અને એક્શન પ્લાન

    ઇટાલીના રાજદૂતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત-ઇટાલીના દ્વિપક્ષીય સંબંધો વધુ સંગીન બન્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે પીએમ મોદીની ઇટાલી મુલાકાત દરમિયાન ડિફેન્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, સ્પેસ, ક્લીન એનર્જી, ઇનોવેશન અને મોબિલિટી લિન્કેજ પર ફોકસ કરીને બંને દેશો વચ્ચે સહયોગ વિસ્તૃત કરવા સહમતિ સધાઈ હતી.

    રાજદૂતશ્રીએ માહિતી આપી કે ભારત અને ઇટાલીએ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગનો સેતુ મજબૂત બનાવવા માટે 10 મુદ્દાનો જોઈન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન તૈયાર કરેલો છે.

    મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પણ આ એક્શન પ્લાનના અનુસંધાને ગુજરાત સાથેના સુસંગત ક્ષેત્રોમાં ઇટાલી-ગુજરાત સહભાગીતા વિષયક ચર્ચા વિચારણા કરી હતી. 

    તેમણે ગુજરાત સાથે મેન્યુફેક્ચરિંગ, સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ પ્રોસેસિંગ, વેસ્ટ ટુ એનર્જી, સ્પેસ, સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ઇનોવેશન અને કનેક્ટિવિટી તેમજ સ્માર્ટ મોબિલિટી અને કલ્ચરલ એક્સચેંજ તથા એજ્યુકેશનના ક્ષેત્રોમાં સહભાગીતાની પરસ્પર ઉજ્જવળ સંભાવનાઓ રહેલી છે તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિચાર વિમર્શ  કર્યો હતો.

    ઇટાલીના રાજદૂત શ્રીયુત એન્ટોનિયો બાર્ટોલીએ ઇટાલી-ગુજરાતના સંબંધોને વધુ વ્યાપક સ્તરે વિકસાવવા અને પરસ્પર સમાન હિતના ક્ષેત્રોના અભ્યાસ માટે ગુજરાતના એક હાઈ લેવલ ડેલીગેશનને ઇટાલીની મુલાકાતે આવવાનું આમંત્રણ પણ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલને પાઠવ્યું હતું. 

    આ સૌજન્ય મુલાકાતમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ અગ્ર સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ  અવંતિકા સિંઘ અને ઉદ્યોગ કમિશનર પી.સ્વરૂપ પણ જોડાયા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply