Skip to main content
Settings Settings for Dark

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભવ્ય ઉજવણી: 15 દિવસનું ભારત પર્વ 2025

Live TV

X
  • સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી બાદ, એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 1 થી 15 નવેમ્બર, 2025 દરમિયાન પ્રથમ વખત દિલ્હીની બહાર 'ભારત પર્વ 2025'નું આયોજન કરવામાં આવ્યું છે. આ 15-દિવસીય કાર્યક્રમમાં દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની સંસ્કૃતિ, ખાદ્ય પરંપરાઓ અને કલા-કારીગરીની ઝલક જોવા મળશે, જે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને ઉજાગર કરશે.

    ગાંધીનગર, 30 ઓક્ટોબર, 2025 | આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતના એકતાનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે, આગામી 1 થી 15 નવેમ્બર, 2025 દરમિયાન સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પરિસરમાં 'ભારત પર્વ 2025'નું આયોજન કરવામાં આવ્યું છે, જે દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિને પ્રદર્શિત કરશે.

    પ્રથમ વખત દિલ્હીની બહાર 'ભારત પર્વ'

    ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના પર્યટન મંત્રાલય અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી આ વાર્ષિક આયોજન પ્રથમ વખત જ દિલ્હીની બહાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ એકતાનગર ખાતે યોજાઇ રહ્યું છે. આ કાર્યક્રમ ભારતની સાંસ્કૃતિક વારસાગત, ખાદ્ય પરંપરા અને કલાત્મક કૌશલ્યને દર્શાવીને રાષ્ટ્રીય એકતા અને સામૂહિક ગૌરવનો સંદેશ આપશે.

    વિવિધ રાજ્ય સરકારના મુખ્યમંત્રી, ગવર્નર, કેબિનેટ મિનિસ્ટર અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, સાથે જ ખ્યાતનામ કલાકારો, કસબીઓ અને વિશેષ મહેમાનો આ 15 દિવસની ઉજવણીમાં હાજર રહેશે.

    ભારત પર્વ 2025: મુખ્ય આકર્ષણો

    1 થી 15 નવેમ્બર દરમિયાન યોજાનાર આ 'ભારત પર્વ'ના મુખ્ય ઘટકો નીચે મુજબ છે:

    સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ: દરરોજ સાંજે સાંસ્કૃતિક મંચ ખાતે બે અલગ-અલગ રાજ્યોની જોડીમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ થશે, જે તેમના અનોખા પરંપરા અને કલા ફોર્મ્સને પ્રદર્શિત કરશે.

    ફૂડ અને કિચન: જંગલ સફારી પાસે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસતા 45 ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે.

    હસ્તકલા અને હેન્ડલૂમ: ભારતના વિવિધ રાજ્યોની ભાતીગળ અને નવીન હસ્તકળા પ્રદર્શિત કરતા 55 હસ્તકલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

    ભારત દર્શન પેવેલિયન: વિવિધ રાજ્યોના પેવેલિયનો બનાવવામાં આવ્યા છે, જે તેમના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને પ્રદર્શિત કરશે.

    બિરસા મુંડા જયંતી અને સમાપન સમારોહ

    15 નવેમ્બર: 'ભારત પર્વ'ના સમાપન દિવસે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભગવાન બિરસા મુંડા જયંતીની વિશેષ ઉજવણી અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ યોજાશે.

    16 અને 17 નવેમ્બર: સાયકલોથોન ઇવેન્ટ: ઉજવણીના સમાપન પ્રસંગે એકતાનગર ખાતે સાયકલિંગની બે ઇવેન્ટ યોજાશે. 16 નવેમ્બરે ફન રાઇડ અને 17 નવેમ્બરે સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી સ્પર્ધા આયોજિત થશે, જેમાં દેશભરમાંથી આશરે 5,000 સાઇકલચાલકો ભાગ લેશે.

    સાંસ્કૃતિક કાર્યક્રમોનું સમયપત્રક (1 થી 14 નવેમ્બર)

    14 નવેમ્બર સુધી દરરોજ સાંજે જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિ રજૂ થશે, જેમાં ગુજરાત, તમિલનાડુ અને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. અંતિમ દિવસે ચંદીગઢ, પુડ્ડુચેરી, દમણ, દીવ અને દાદરા નગરહવેલી, લક્ષદ્વીપ તેમજ આંદામાન અને નિકોબારની સંસ્કૃતિ પ્રદર્શિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply