Skip to main content
Settings Settings for Dark

ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યુ છે: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાતના વિકાસને મળેલી સફળતાનો શ્રેય રાજયના છ કરોડ નાગરિકોના જન સહયોગ અને પ્રજાના આશીર્વાદને આપતા કહ્યુ કે, ગુજરાત આજે દેશભરમાં વિકાસનુ રોલ મોડલ પુરવાર થઈ રહ્યુ છે ત્યારે આગામી સમયમાં પણ આપણે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જઈ વિશ્વનુ ઉત્તમ રાજય બનાવવુ છે. એ માટે આપણે સૌ સંકલ્પબધ્ધ બનીને સહયોગથી કામ કરશુ એવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, આજનો દિવસ ગુજરાત માટે ગૌરવનો દિન છે કેમ કે, મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની આપણી રાજય સરકારના સુશાસનને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. પૂજય મહાત્મા ગાંધી, સરદાર સાહેબ અને રવિશંકર મહારાજના ગુજરાતે આઝાદીકાળ અને તે પછીના કાળમાં હંમેશા સૌને મદદ કરી છે અને આજે પણ કરી રહ્યું છે. અમારી ટીમ ગુજરાતે રાજયની અવિરત વિકાસયાત્રાને આગળ વધારી છે જેના પરિણામે રાજયના નાગરિકોનો વિશ્વાસ, પ્રેમ અને આશીર્વાદ અમને સતત મળતા રહ્યા છે. જેના પરિણામે સમગ્ર રાજયમાં અમને સત્તાના સૂત્રો સોંપ્યા છે, એ જ દર્શાવે છે કે પ્રજા અમારા કામોથી સંપૂર્ણ સંતુષ્ટ છે. તેમણે કહ્યુ કે, કોઈપણ રાષ્ટ્ર કે રાજયના સર્વાંગી વિકાસ માટે રાજકીય સ્થિરતા જરૂરી છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં કયારેય કોઈ પ્રકારની રાજકીય અસ્થિરતા કે ખેંચાખેંચી જોવા મળી નથી, જેના પરિણામે રાજ્યની વિકાસયાત્રાને આગળ વધારવામાં આપણને સફળતા મળી છે.

    નીતિન પટેલે વધુમાં ઉમેર્યુ કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના PM નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે રાજયનો સર્વાંગી વિકાસ થયો અને અમે એને આગળ વધારી રહ્યા છીએ. આજે પણ PM અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહનો સહયોગ અને માર્ગદર્શન મળી રહ્યુ છે જેના પરિણામે આજે ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ ડગ માંડી રહ્યુ છે. તેમણે ઉમેર્યુ કે, સરકાર અને સંગઠનના અપ્રતિમ પ્રયાસોના પરિણામે કેન્દ્ર અને રાજય સરકારના અનેક પ્રજાકીય કામો આપણે છેવાડાના લોકો સુધી પહોંચાડીને સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રને ચરિતાર્થ કરીને આરોગ્ય, શિક્ષણ, માર્ગ વિકાસ સહિત ગરીબલક્ષી અને ખેડૂતલક્ષી અનેક યોજનાઓના લાભો પહોંચાડ્યા છે. આ સફળતા એ સરકારની જ નહી પણ સવા છ કરોડ ગુજરાતી જનતા જનાર્દનના આશીર્વાદની છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતમાં અનેક ચઢાવ-ઉતાર અને સારા-કપરા કાળ આવ્યા, છતાંય અમે સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરીને પ્રજાના પડખે ઉભા રહ્યા છીએ. એટલે જ પ્રજાના આશીર્વાદ અમને મળી રહ્યા છે. આ આશીર્વાદને સાર્થક કરીને અમને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવામાં સૌ ગુજરાતીઓનો સહયોગ મળશે એવો અમને વિશ્વાસ છે.

    રાજય સરકારે કરેલા વિકાસકામોનો ચિતાર આપીને તેમણે પ્રજાકીય સહયોગ અને આશિર્વાદ માટે જનતા જનાર્દનનો રાજય સરકાર વતી આભાર માન્યો હતો અને આમ જ નાગરિકોનો આશીર્વાદ અને સહયોગ મળતો રહેશે એવો આશાવાદ વ્યકત કર્યો હતો. વિકાસ દિવસ નિમિત્તે આજે રાજ્યની પ્રજાના જનસુખાકારી માટે રૂ.૩૩૨૨ કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને રૂ. ૧૯૬૧ કરોડથી વધુના કામોનું ખાતમુહુર્ત- ભૂમિપૂજન એટલે કે અંદાજે કુલ રૂ.૫૩૦૦ કરોડના વિકાસ કામોનું મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ વિકાસ વિભાગના કુલ રૂ.૧૦૮૪ કરોડથી વધુના કામો, માર્ગ અને મકાન વિભાગના કુલ રૂ.૧૬૨૦ કરોડથી વધુના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ.૩૭૮ કરોડથી વધુનાં કામો, જળસંપતિ વિભાગના રૂ.૧૨૨૦ કરોડથી વધુનાં કામો, પાણી પુરવઠા વિભાગના રૂ.૩૯૬ કરોડના કામો, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ.૨૮૫ કરોડથી વધુના કામો, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના રૂ.૫૨ કરોડથી વધુનાં કામો અને શ્રમ અને રોજગાર વિભાગના રૂ.૨૪૪ કરોડથી વધુનાં કામોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ.૨૫૫ કરોડના ખર્ચે ૧૫૧ બસ, પાંચ બસ સ્ટેશન અને એક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    આજે વિકાસ દિવસે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની "વતન પ્રેમ યોજના"ના વેબપોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્ય-દેશ અને વિદેશમાં વસતા દાતાશ્રીઓ વિવિધ વિકાસ કાર્યો માટે ૬૦ ટકા દાન આપે, તેની સામે સરકાર ૪૦ ટકા અનુદાન ફાળવશે, તે કામ પર દાતાશ્રીની તકતી મુકવામાં આવશે. આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલ, રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના અગ્રસચિવ કે. કૈલાસનાથન, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, મહેસૂલ - ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા, ગ્રામ વિકાસ વિભાગના સચિવ સોનલ મિશ્રા સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply