Skip to main content
Settings Settings for Dark

ગુજરાત: કોંકણ પ્રદેશના પરિવારોને ગણેશ ચતુર્થી નિમિતે વતન જવા વિશેષ ટ્રેન માટે મુખ્યમંત્રીએ આપી મંજૂરી

Live TV

X
  • ગણેશ ચુતુર્થીના પર્વને લઈને ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના લોકો તેમના વતનમાં પરિવાર સાથે પર્વ મનાવી શકે તેવા હેતુથી રાજ્ય સરકારે ૧ર વિશેષ ટ્રેનને મંજૂરી આપી છે. જે અંતર્ગત ૧૮ ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી અમદાવાદ અને વડોદરાથી કુડલ-સાવંત વાડી તેમજ રત્નાગીરી માટે આ વિશેષ ટ્રેન સેવાઓ શરૂ કરાશે. જોકે પ્રવર્તમાન કોરોના મહામારીની સ્થિતીને ધ્યાનમાં રાખીને આ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ખાસ સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમો અને માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. મહત્વપૂર્ણ છે કે, પશ્ચિમ રેલ્વે મુંબઇ દ્વારા કોંકણ પ્રદેશના મુસાફરો માટે ગણેશ ચતુર્થીના તહેવાર દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ખાસ ટ્રેન ચલાવવાની માંગણી કરવામાં આવી હતી. જેનો રાજ્ય સરકારે સાનુકૂળ પ્રતિસાદ આપ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply