Skip to main content
Settings Settings for Dark

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિવિધ જગ્યાઓ પર ભરતી કરશે

Live TV

X
  • ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે નવી ભરતીની જાહેરાત કરી છે. આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવે સોશિયલ મીડીયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. 

    ગુજરાતમાં રોજગારી સંદર્ભમાં યુવાનો ઘણા પ્રયાસો કરી રહ્યા છે. ખાસ કરીને સરકારી નોકરી માટે યુવાનો ખાસ પ્રયાસરત હોય છે. આવા યુવાનો માટે સારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે યુવાનોને મોટા સમાચારની ભેટ આપી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પ્રક્રિયા શરુ કરી શકે છે. આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે એક્સ પર ટવીટ કરીને માહિતી આપી છે. હસમુખ પટેલે ટવીટ કરી માહિતી આપતા જણાવ્યુ છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અલગ અલગ જગ્યાઓ પર ભરતી બહાર પાડશે. ખેતી મદદનીશ 436, બાગાયત મદદનીશ 52, મેનેજર (અતિથિગૃહ) 14  જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડશે. આ માટે પહેલી જુલાઈથી 20 જુલાઈ સુધીમાં OJAS પર ઓનલાઈન એપ્લીકેશન મંગાવવામાં આવશે. આજે બપોરે 3 વાગ્યે GSSSBની વેબસાઈટ પર નોટિફિકેશન મુકવામાં આવશે. 

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવની આ જાહેરાતથી સરકારી નોકરી માટે પ્રયત્નરત યુવાનો માટે ખુશીના સમાચાર બની ગયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply