ગુજરાત દેશના સુરક્ષિત રાજ્યોમાં અગ્રેસર, અન્ય રાજ્યો કરતા ગુનાખોરીનો દર સૌથી ઓછો
Live TV
-
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB), નવી દિલ્હી દ્વારા તાજેતરમાં "ક્રાઈમ ઇન ઇન્ડિયા - ૨૦૨૪" રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સત્તાવાર આંકડાઓનું તુલનાત્મક વિશ્લેષણ સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત સુદ્રઢ, શાંત અને સુરક્ષિત છે. ગંભીર ગુનાખોરી, મહિલા સુરક્ષા અને મિલકત સંબંધી ગુનાઓમાં ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે રહ્યું છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB), નવી દિલ્હી દ્વારા તાજેતરમાં "ક્રાઈમ ઇન ઇન્ડિયા - ૨૦૨૪" રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સત્તાવાર આંકડાઓનું તુલનાત્મક વિશ્લેષણ સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત સુદ્રઢ, શાંત અને સુરક્ષિત છે. ગંભીર ગુનાખોરી, મહિલા સુરક્ષા અને મિલકત સંબંધી ગુનાઓમાં ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે રહ્યું છે.
કુલ ક્રાઈમ રેટ: રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાત ઘણું આગળ
વર્ષ ૨૦૨૪ દરમિયાન સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ 252.3 નોંધાયો છે, જેની સરખામણીએ ગુજરાતનો કુલ ક્રાઈમ રેટ માત્ર 227.7 છે. દેશના કુલ ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત ૧૨મા ક્રમે આવે છે.દારૂબંધીના કડક અમલ પાછળનું સાચું ગણિત
ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે ગુજરાત પોલીસ પ્રોહિબિશન એક્ટ હેઠળ અત્યંત સક્રિયતા દાખવીને દર વર્ષે લાખોની સંખ્યામાં 'સ્વતઃ સંજ્ઞાન' (Suo Motu) લઈને કેસો દાખલ કરે છે. NCRBના ડેટામાં જ્યારે કુલ ગુનાઓની ગણતરી થાય છે, ત્યારે આ દારૂબંધી હેઠળ નોંધાયેલા સ્પેશિયલ એન્ડ લોકલ લોઝ ના કેસો પણ તેમાં ઉમેરાય છે. પોલીસની આ કડક ડ્રાઇવના કારણે કુલ આંકડો ઊંચો દેખાય છે, જે વાસ્તવમાં રાજ્યની સલામતી અને પોલીસની સજાગતા દર્શાવે છે. જો આ પ્રોહિબિશનના કેસોને અલગ રાખવામાં આવે, તો ગુજરાતનો વાસ્તવિક પરંપરાગત (IPC/BNS) ગુનાઓનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે નીચો છે.અલગ-અલગ કેટેગરીમાં ગુજરાતની સ્થિતિ
ગુજરાત ગંભીર ગુનાખોરીના ઇન્ડેક્સમાં દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખૂબ નીચો ગુનાખોરી દર ધરાવતા રાજ્યોની યાદીમાં મોખરે છે:1. મહિલાઓ અને બાળકો વિરૂદ્ધના ગુના
મહિલા સુરક્ષાની કેટેગરીમાં ગુજરાત દેશભરમાં સલામતીનું મોડેલ સાબિત થયું છે.મહિલા સુરક્ષા: રાષ્ટ્રીય સ્તરે મહિલાઓ વિરૂદ્ધના ગુનાનો દર 64.6 છે, જ્યારે ગુજરાતમાં આ દર માત્ર 22.0 છે. આ કેટેગરીમાં ગુજરાત દેશમાં ૩૩મા સ્થાને (સૌથી ઓછી ગુનાખોરી) છે.
બાળકો વિરૂદ્ધના ગુના: રાષ્ટ્રીય સરેરાશ 42.3 સામે ગુજરાતનો ક્રાઈમ રેટ માત્ર 25.8 છે અને દેશમાં ગુજરાત ૨૯મા ક્રમે છે.
2. હિંસાત્મક અને શરીર વિરૂદ્ધના ગુના
હિંસાત્મક ગુના: રાષ્ટ્રીય સરેરાશ 52.9 ની સામે ગુજરાતનો ક્રાઈમ રેટ માત્ર 16.5 નોંધાયો છે, જેમાં ગુજરાત ૩૧મા સ્થાને છે.શરીર વિરૂદ્ધના ગુના: રાષ્ટ્રીય ક્રાઈમ રેટ 62.1 ની સરખામણીએ ગુજરાતમાં આ દર ઘણો ઓછો એટલે કે 24.7 છે (સ્થાન: ૩૧મું).
3. મિલકત વિરૂદ્ધના ગુના (ચોરી, લૂંટ, ઘરફોડ)
ચોરી અને ઘરફોડ જેવા ગુનાઓમાં દેશનો સરેરાશ રેટ 57.9 છે, જેની સામે ગુજરાતનો રેટ માત્ર 30.4 છે. ગુજરાત આ કેટેગરીમાં ૨૩મા સ્થાને છે.NCRBનો ૨૦૨૪નો આ અહેવાલ એ વાત પર મહોર મારે છે કે ગુજરાત વેપાર-ઉદ્યોગની સાથે-સાથે નાગરિકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે દેશનું સૌથી સલામત રાજ્ય છે. ગુજરાત પોલીસની ગુના નિવારણ પ્રત્યેની સતર્કતા અને કાયદાના ચુસ્ત અમલીકરણના પરિણામે જ રાજ્યમાં ગંભીર ગુનાઓનો આલેખ રાષ્ટ્રીય સ્તર કરતાં ઘણો નીચો રાખવામાં સફળતા મળી છે.
