મોરબી પાંજરાપોળની જમીન પર ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું ભગીરથ પર્યાવરણ મિશન!
Live TV
-
‘‘વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ’’ – કવિ ઉમાશંકર જોશીની આ પંક્તિઓને અક્ષરશઃ સાચી ઠેરવવાનું અભૂતપૂર્વ કામ ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં કરી બતાવ્યું છે. 64 વર્ષની ઉંમરે કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમવા છતાં, તેમણે મોરબીના પાદરે ગુજરાતનું સૌથી મોટું વન કવચ ‘નમો વન’ ઊભું કરીને પર્યાવરણ ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે.
‘‘વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ’’ – કવિ ઉમાશંકર જોશીની આ પંક્તિઓને અક્ષરશઃ સાચી ઠેરવવાનું અભૂતપૂર્વ કામ ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં કરી બતાવ્યું છે. 64 વર્ષની ઉંમરે કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમવા છતાં, તેમણે મોરબીના પાદરે ગુજરાતનું સૌથી મોટું વન કવચ ‘નમો વન’ ઊભું કરીને પર્યાવરણ ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે.
37 દિવસના પરિશ્રમ 10 લાખ વૃક્ષોનું સામ્રાજ્ય
મોરબી પાંજરાપોળ ટ્રસ્ટના એક સક્રિય ટ્રસ્ટી એવા શ્રી કાંતિલાલ અમૃતિયા (ગામલોકોના વ્હાલા ‘કાનાભાઈ’) એ પ્રકૃતિને બચાવવાના મક્કમ નિર્ધાર સાથે આ ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું. આ અશક્ય લાગતા મિશનની સફર આ મુજબ રહી:જમીનની કાયાપલટ: મચ્છુ (2) ડેમના કાંઠે આવેલી પાંજરાપોળ ટ્રસ્ટની ૧૨૦૦ વીઘા પડતર જમીનને સૌપ્રથમ સમથળ કરવામાં આવી. જમીનને ફળદ્રુપ બનાવવા હજારો ટન સારી માટી અને દેશી છાણિયું ખાતર નાખવામાં આવ્યું.
અદભુત ટીમ વર્ક: વૃક્ષારોપણ માટે 'સદભાવના વૃદ્ધાશ્રમ' સંસ્થાના સહયોગથી વિગતવાર આયોજન કરાયું. રોજ ૫૦૦ જેટલા શ્રમિકો અને સેવાભાવી લોકોએ એકસાથે જોડાઈને રોજ ૨૫ થી ૩૦ હજાર વૃક્ષો વાવવાનું શરૂ કર્યું.
રેકોર્ડબ્રેક સમય: માત્ર ૩૭ દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર ૧૨૦૦ વીઘા જમીન પર ૧૦ લાખ રોપાઓ વાવી દેવામાં આવ્યા. આજે આઠ મહિના પછી આ આખો વિસ્તાર ગાઢ વનરાજીમાં ફેરવાઈ ગયો છે.
PM મોદીના 75મા જન્મદિવસે 'નમો વન'નું લોકાર્પણ
૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિનના પાવન અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના આ સૌથી મોટા વન કવચ ‘નમો વન’નું ભવ્ય લોકાર્પણ કર્યું હતું.આઇકોનિક રોડ માટે ₹૩ કરોડની વિશેષ ગ્રાન્ટ
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં મુખ્યમંત્રીશ્રીએ બીજી વખત ‘નમો વન’ની મુલાકાત લીધી હતી. આ કુદરતી હરિયાળીનો આનંદ સામાન્ય નાગરિકો સરળતાથી લઈ શકે તે માટે તેમણે વન સુધી પહોંચવા ₹૩ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાની વિશેષ ગ્રાન્ટની પણ મંજૂરી આપી છે.કેન્સર પણ ન ડગાવી શક્યું મનોબળ:
શ્રી કાંતિલાલ અમૃતિયા ૬ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા લોકનેતા છે. તાજેતરમાં જ તેમને કેન્સરનું નિદાન થતાં તેમણે સર્જરી કરાવી હતી. પાંચ કીમોથેરાપી પૂર્ણ કર્યા બાદ હાલ તેઓ ઈમ્યુનોથેરાપી લઈ રહ્યા છે, છતાં તેમણે જનસેવા કે લોકસંપર્ક ઓછો કર્યો નથી. કાંતિલાલ અમૃતિયાએ કહ્યુ કેન્સરની સર્જરી પછી મને એવું લાગે છે કે કુદરતે મને આ બીજું જીવન આપ્યું છે. હવે મારી જિંદગીનો શેષ ભાગ હું પ્રાકૃતિક ખેતી અને વૃક્ષારોપણની જાગૃતિ માટે સમર્પિત કરવા માંગું છું. અમે સરકાર પાસે મચ્છુ ડેમ કિનારાની વધુ સરકારી જમીનની માંગણી કરી છે, જેથી આવું જ બીજું એક મોટું જંગલ ત્યાં પણ બનાવી શકાય."જળસંચયથી વનસંચય તરફની સફર
વૃક્ષો વાવતા પહેલાં કાનાભાઈએ મચ્છુ ડેમના કાંઠે ૮ જેટલા મોટા ચેકડેમ બનાવીને જળસંચયનું અદભુત કામ કર્યું હતું, જેના કારણે આજે આ વનને પૂરતું પાણી મળી રહ્યું છે. હાલ આ ૧૦ લાખ વૃક્ષોની નિયમિત જાળવણી, પાણી અને ખાતરની વ્યવસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ખૂબ જ સચોટ રીતે કરવામાં આવી રહી છે. જ્યારે ઈચ્છાશક્તિ મજબૂત હોય ત્યારે કેન્સર જેવી બીમારી પણ આડે આવતી નથી, તેનું જીવંત ઉદાહરણ મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ પૂરું પાડ્યું છે. મોરબીનું 'નમો વન' માત્ર ગુજરાતનું સૌથી મોટું વન કવચ નથી, પરંતુ એક નેતાના પરસેવા, સંકલ્પ અને પ્રકૃતિ પ્રેમનું અમર પ્રતીક છે.
