ગુજરાત પોલીસનું મોટું અભિયાનઃ પાકિસ્તાની-બાંગ્લાદેશી નાગરિકોની તપાસ શરૂ
Live TV
-
રાજ્યની પોલીસ એક્શન મોડમાં-પાકિસ્તાની કે બાંગ્લાદેશી નાગરિકોની તપાસ શરૂ
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વડોદરાની મુલાકાતમાં તેમણે રાજ્યભરમાંથી પાકિસ્તાની કે બાંગ્લાદેશી નાગરિકોની ભાળ મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઇ હોવાનું જણાવ્યું હતું. તે મુજબ વડોદરા પોલીસ હરકતમાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરામાં પાકિસ્તાની કે બાંગ્લાદેશી નાગરિકોની તપાસ શરૂ કરાઇ છે.
પહેલગામ આંતકી હુમલા પછી વડોદરા પોલીસે ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને શહેરના તુલસી વાડી, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર શહેરમાં ગેરકાયદેસર વસાહતીની તપાસ કરાઈ રહી છે. બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોની તપાસ કરાઈ રહી છે. 200 જેટલા લોકોને કુંભારવાડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે તેમનું વેરિફીકેશન કરવામાં આવી રહ્યું છે.ગુજરાતભરના જિલ્લાઓમાંથી પોલીસે ગેરકાયદેસર રહેતા અન્ય દેશોના લોકોને પકડવા ટીમ બનાવી છે. અમદાવાદ અને સુરત બાદ રાજકોટ શહેરમાં બાંગ્લાદેશી ઘુસણખોરો મામલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગુપ્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને EOW અને એ ડિવિઝન સહિતની ટીમોએ સઘન ચેકીંગ ચલાવ્યું છે. બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ્સની તપાસી શરૂ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરના સોની બજાર, હુસેની ચોક, ભગવતી પરા અને રસુલપરા સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અત્યાર સુધી 50થી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરોની અટકાયત કરવામાં આવી છે.