ગુજરાત પોલીસનો દિક્ષાંત પરેડ સમારોહ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો
Live TV
-
ગુજરાત પોલીસના ઈતિહાસનો સૌથી મોટો દિક્ષાંત પરેડ સમારોહ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
ગુજરાત પોલીસના ઈતિહાસનો સૌથી મોટો દિક્ષાંત પરેડ સમારોહ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અમદાવાદ શહેર પોલીસમાં 2 હજાર 301 જેટલા નવપ્રશિક્ષિત લોકરક્ષકો જોડાયા હતા. જેઓને આહવાન કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભારતના બંધારણે કાનૂન દ્વારા આપેલી સત્તાનો ઉપયોગ સમાજની શાંતિ , સલામતી અને સુરક્ષા માટે કરવો જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, પાતળમાંથી પણ ગુનેગારને શોધી કાઢી સજા અને દંડ કરવાથી ગુજરાત પોલીસની છબી વધુ ઉજ્જવળ બનશે. મુખ્યમંત્રીએ રૂપાણીએ ઉદ્દબોધનના અંતે પ્રજાને સુખે સુખી અને દુઃખે દુઃખીનો દાયિત્વભાવ કેળવવા અનુરોધ કર્યો હતો.
