મુખ્યમંત્રીએ વિરમગામ ખાતે નવનિર્મિત નગરસેવા સદનનું લોકાર્પણ કર્યુ
Live TV
-
મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે નવનિર્મિત નગરસેવા સદનનું લોકાર્પણ તથા આધુનિક ટાઉનહોલ અને વિરમગામના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ ઇ-તક્તી દ્વારા કર્યું હતું
મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે નવનિર્મિત નગરસેવા સદનનું લોકાર્પણ તથા આધુનિક ટાઉનહોલ અને વિરમગામના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ ઇ-તક્તી દ્વારા કર્યું હતું. રૂ. ૨ કરોડના ખર્ચે બનેલા આ નગરપાલિકા ભવનને 'અટલ બિહારી વાજપેયી ભવન' એવું નામાભિધાન કરાયું છે. જ્યારે 3.5 કરોડના ખર્ચે નવું બસ સ્ટેશન આકાર પામશે. આ તકે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, વિરમગામ રાજ્યનું મહત્ત્વનું નગર છે અને તે તમામ સુવિધાઓથી સજ્જ બને તે માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ તકે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે શહેરોમાં માનવવસતિનો વધારો થઇ રહ્યો છે ત્યારે નાગરિકોને જરૂરી પાણી, રસ્તા, વિજળી, બાગબગીચા, આંગણવાડી તથા નગરપાલિકા અને તાલુકા પંચાયતોની સગવડો ઊભી કરી 'રાજ્ય સરકાર આપના દ્વારે'નો મંત્ર ચરિતાર્થ કર્યો છે.
આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્ય બાબુભાઇ પટેલ, એસ.ટી. નિગમના ઉપાધ્યક્ષ શ્રીમતી સોનલ મિશ્રા, કલેક્ટર વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
