Skip to main content
Settings Settings for Dark

BSFને મોટી સફળતા : 2 દિવસમાં 5 પાકિસ્તાની બૉટ પકડી પાડી

Live TV

X
  • છેલ્લા 48 કલાકમાં રાત-દિવસ પેટ્રોલિંગ કરતા BSFના જવાનોને મળી મોટી સફળતા, 2 દિવસમાં 5 જેટલી પાકિસ્તાની બૉટની પકડી પાડી. 1 પાકિસ્તાની શખ્સને પણ ઝડપી પાડ્યો. BSFના મેગા ઑપરેશનમાં 80 જેટલા જવાનોનું રાત-દિવસ પેટ્રોલિંગ

    BSFએ કચ્છના લખપત વારી ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બૉટ પકડી પાડી છે. બૉડર સિક્યોરિટી ફૉર્સના જવાનો મેગા સર્ચ ઑપરેશનમાં હતા ત્યારે ગુરૂવાર મોડી સાંજે 2 પાકિસ્તાની બૉટને ઝડપી પાડી છે, ઝડપાયેલા બન્ને પાકિસ્તાની બૉટ સવાર બૉટ મુકીને ફરાર થઈ ગયા છે. છેલ્લા 48 કલાકથી ક્રિક બૉર્ડર પર બીએસએફનું મેગા સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે, ત્યારે ભારતીય સેનાએ ઘૂસણખોરોની નાપાક હરકતોનો પર્દાફાશ કર્યો છે. છેલ્લા બે દિવસમાં 5 પાકિસ્તાની બૉટની પકડી પાડવામાં બીએસએપના જવાનોને મોટી સફળતા મળી છે, આ સાથે જ 1 પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો શખ્સ પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઠઠા જિલ્લાનો વતની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બીએસએફએ ઝડપી પાડેલા પાકિસ્તાની શખ્સને પોલિસને હવાલે કર્યો છે. 

    ઉલ્લેખનિય છે કે, છેલ્લા 48 કલાકથી રાત-દિવસ BSFના જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે, જેમાં BSFના 80 જેટલા જવાનો ઘૂસણખોરો પર બાઝ નજર રાખી રહ્યા છે. જેથી આવા તત્વો ભારતમાં ઘૂસણખોરી કરવામાં નાકામ સાબિત થઇ રહ્યા છે, જે BSFના જવાનોની રાત-દિવસ પેટ્રોલિંગનું પરિણામ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply