ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હસ્તકની તમામ પ્રાદેશિક કચેરીઓની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ
Live TV
-
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમિટી હૉલનું આજે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હસ્તકની તમામ પ્રાદેશિક કચેરીઓની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દ્વારા બોર્ડની વિશેષ કામગીરી અંગે મંત્રીઓને અવગત કરવામાં આવ્યા હતા અને તમામ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્ર અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રીઓ દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ આર.બી.બારડ, સભ્ય સચિવ ડી.એમ.ઠાકર સહિત પ્રાદેશિક કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.