ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી પોતાની માતાને મળવા પહોચ્યા
Live TV
-
ગાંધીનગરમાં રાયસણ ખાતે માતાની લીધા આશીર્વાદ
રાજ્યના પ્રવાસને અંતે દિલ્હી જતા પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , પોતાની માતા હીરાબાને મળવા પહોંચી ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા ગાંધીનગરમાં આવેલા રાયસણ ગામમાં નાના દીકરા સાથે રહે છે. નરેન્દ્ર મોદી ,જ્યારે જ્યારે ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને પોતાની માતાને મળવા અચૂક પહોંચી જતા હોય છે. મોડી રાત્રે તેઓ દિલ્હી જવા રવાના થયા ત્યારે તેમને ઍરપૉર્ટ પર , રાજ્યપાલ ઓ. પી. કોહલી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વિદાય આપવા ,ઉપસ્થિત રહ્યા હતા