મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
આદીવાસી વિસ્તાર દાહોદમાં આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સેવા સેતુનો પ્રારંભ કરાવ્યો
આદીવાસી વિસ્તાર દાહોદમાં આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સેવા સેતુનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે નાગરિકોની રજૂઆતોનો ઘરઆંગણે ઉકેલ લાવી રાજય સરકારે સેવા સેતુ કાર્યક્રમ દ્વારા પારદર્શી પ્રશાસનની નાગરિકોને પ્રતિતી કરાવી છે.સરકારે સાચો લાભાર્થી લાભ વગર રહી ન જાય અને ખોટા લાભાર્થીઓ લાભ ન લઇ જાય તેની વિશેષ તકેદારી રાખી છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી રાજયવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલ પશુ આરોગ્ય મેળાની મુલાકાત લઇ ખરવા મોવાસા રસીકરણ કાર્યક્રમનો મુખ્યમંત્રીશ્રીએ રાજયવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.આ સેવા સેતુ કેમ્પમાં ૨૦૦૦ જેટલા નાગરિકોને એક જ સ્થળેથી વ્યકિતલક્ષી યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા મહાનુભાવોના હસ્તે રાજય સરકારની વ્યકિતલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાય તથા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.