ગુજરાત બજેટ 2018 : અમૃતમ્ યોજનામાં આવક મર્યાદા 3 લાખ કરાઈ
Live TV
-
રાજ્ય સરકારે વર્ષ 2018-19નું અંદાજપત્ર નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં રજૂ કર્યું
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મંગળવારે રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. નાયબ મુખ્યમંત્રીએ બજેટ પહેલા જ કહી દીધું હતું કે, આ બજેટ પ્રજાલક્ષી હશે. તેમજ GSTને કારણે બજેટમાં કોઈ વધારાના કરવેરા નહિ હોય તેમ પણ જણાવ્યું હતું. વિધાનસભા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારનું વર્ષ 2018-19નું કુલ 1,83,666 કરોડ રૂપિયાનું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું છે.
બજેટની હાઈલાઈટ્સ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 9750.50 કરોડની જોગવાઈ
- રાજ્યના સિનીયર સિટીઝનને જરૂરિયાત મુજબ ઉચ્ચ કક્ષાની વધુ સારવાર મળી રહે તે માટે મા વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધારાયો.
- જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે કુલ 4897 કરોડની જોગવાઈ.
- મુખ્યમંત્રી મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનો લાભ વધુ લોકોને મળે તે માટે 700 કરોડની જોગવાઈ. સાથે જ વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખથી વધારીને 3 લાખ કરાશે. હાલની સારવાર માટેની મર્યાદા 2 લાખથી વધારીને 3 લાખ કરાશે.
- ગરીબોને ઘર વપરાશના વીજ જોડાણો પૂરા કરવા યોજના અંતર્ગત 51,150 જોડાણઓ પૂરુ પાડવા 32 કરોડની જોગવાઈ
- પ્રદૂષણ ધટાડવાના હેતુથી પેટ્રોલ અને ડીઝલથી સંચાલિત વાહનોના સ્થાને ઈલેક્ટ્રીક વ્હીકલના વ્યાપને વધારવા માટે 10 કરોડની જોગવાઈ
- ડુંગરાળ અને આદિજાતિ વિસ્તારમાં વસતા આદિજાતિના લોકો માટે 857 કરોડની જોગવાઈ.
- સૌની યોજનાના બીજા તબક્કાની બાર પેકેજની કામગીરી માટે 1765 કરોડની જોગવાઈ
- રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 395 કરોડની જોગવાઈ. ખેડૂતોને સમસયર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરુ પાડવા માટે 28.50 કરોડની જોગવાઈ
- ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને તથા સભાસદ પશુપાલકોને વિવિધ સાધન સામગ્રીની ખરીદી પર સહાય આપવા 36 કરોડની જોગવાઈ
- નેશન લાઈવ સ્ટોક મિશન માટે 34 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના માટે 25 કરોડની જોગવાઈ
- બળતણનો ખર્ચ ઘટે અને પ્રદૂષણ ઓછું થાય તેવા આધુનિક એન્જિનિની ખરીદી પર માછીમારોને સહાય આપવા માટે નવી યોજના માટે 10 કરોડની જોગવાઈ
- નવા મત્સ્ય તળાવનો બાંધકામ પર સહાય માટે 3 કરોડની જોગવાઈ
- માછીમાર કુટુંબને જૂથ અકસ્માત સહાય યોજના માટે 60 લાખની જોગવાઈ
- યુવા વર્ગને પશુપાલન વ્યવસાય અપનાવવા માટે પ્રેરાય અને સ્વરોજગારીની તકો ઉભી ખાય તે માટે 12 દૂધાળા પશુ ફાર્મની સ્થાના માટે એક ફાર્મ દીઠ 3 લાખ સૂધની સહાય અપવામાં આવશે.
- આગામી વર્ષમાં સરકારના વિવિધ ભાગોમાં અંદાજે 30,000 નવી ભરતી કરવામાં આવશે.
- માનવ કલ્યાણ યોજના અંતર્ગત 84000 લાભાર્થીઓને ધંધા-રોજગાર માટે 20,000 સુધીની ટૂલ કીટ વિના મૂલ્યા આપવા માટે 60 કરોડની જોગવાઈ
- કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ ક્ષમતા 23 લાખ મેટ્રીક ટનથી વધારીને વર્ષ 2022 સુધીમાં 30 લાખ મેટ્રિક ટન કરવાનું આયોજન
- ઓપરેશન ગ્રીન લાઈન હેઠળ શાકભાજી અને ફળો માટે પ્રાઈમરી અને એડવાન્સ પ્રોસેસિંગ સુવિધા માટે ફેડરેશનની સ્થાપના કરવા 30 કરોડની જોગવાઈ
- શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે 80 કરોડ ફાળવાશે. 138 નવા અન્નપૂર્ણા ભોજન સેન્ટર ઉભા કરાશે.
- મધ્યાહન ભોજન માટે 1081 કરોડ ફાળવાશે
- ધોરણ10, 12 પાસ થનારા વિદ્યાર્થીઓને 1000ના ભાવે ટેબલેટ અપાશે
- ગાર્મેન્ટ ક્ષેત્રના કામદારો માટે 3200 રૂપિયાની સહાય કરાશે. ડિપ્લોમા ધારકને માસિક 2000ની સહાય કરાશે. અન્યોને માસિક 1500 આપવામાં આવશે.
- ઈઝરાયેલની ટેકનોલોજીનો લાભ લેવા માટે 4 નવા સેન્ટર ઓફ એક્સિલન્સ બનાવાશે.
- કરુણા એનિમલ સંસ્થા માટે 26 કરોડ ફાળવાશે
- 2 વેટરનિટી પોલિટેકનિક માટે 23 કરોડની જોગવાઈ
- હાઈસ્પીડ ડિઝલ ઓઈલ પર વેરા માફ કરાશે
- યુવા રોજગાર માટે 785 કરોડની જોગવાઈ. 4 લાખ યુવાનોને રોજગારી મેળા હેઠળ રોજગારી અપાશે.
- સહકારી મંડળીના ડિજીટલાઈશેન માટે 70 કરોડની જોગવાઈ
- ખેડૂતોને ધિરાણ માટે 500 કરોડની જોગવાઈ
- કૃષિ ક્ષેત્રે 6755 કરોડ ફાળવાશે, ઝીરો ટકા વ્યાજે ખેડૂતોને લોન અપાશે. ખેત તલાવડી બનાવાવ 85 કરોડની જોગવાઈ, કૃષિ મહોત્સવ માટે 30 કરોડની જોગવાઈ
- કોંગ્રેસના હોબાળા બાદ નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત મગફળી દાયકાથી પકવે છે, કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને ટેકાના ભાવ દાયકાથી નહોતા મળતા. જે મગફળી અમારા શાસનમાં ખરીદાઈ છે, તે ક્યારેય ખરીદાઈ નથી. અમારી સફળતા અને તેમની નિષ્ફળતા કોંગ્રેસના દેખાતી નથી. અમારી સફળતા કોંગ્રેસના પચવાની નથી.
- બજેટ શરૂ થયાના થોડી વારમાં જ કોંગ્રેસે મગફળીના પોષણક્ષમ ભાવ અંગે હોબાળો કર્યો. જેમાં કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબાડીયાને સભાગૃહમાંથી તાત્કાલિક બહાર કાઢવાનો ધ્યક્ષે કહ્યું હતું. જેથી વિપક્ષા ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
- રાજ્યની ઉત્પાદનક્ષમતા ૧૩ ટકા વધી છે. રાજ્યની આવકનો વૃદ્ધિદર વધ્યો છે. રાજકીય ખાધ 1.14 હતી, તે ઘટીને 1.41 થઈ છે. 2018 માટે 183.666 કરોડનું અંદાજપત્ર છે. વેરાકીય આવકમાં 20.92 ટકાનો વધારો થયો છે.
- નીતિન પટેલે બજેટ પહેલાની સ્પીચમાં કહ્યું કે, પ્રજાની અપેક્ષાઓ સાથે મળીને પૂરા કરીશું. ટૂંકા ગાળામાં દેશનું અર્થતંત્ર મજબૂત બન્યું છે. દેશના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતનો વિશેષ ફાળો રહ્યો છે. સર્વાંગી વિકાસ કરવામાં અમે કોઈ કચાશ રાખી નથી. પાયાના માણસની સુખાકારી માટે અમે કામ કર્યું છે. સરકાર પર જનતાએ ફરીથી વિશ્વાસ મૂક્યો છે.