ગુજરાત બજેટ 2022: નાણામંત્રીએ 2,43,965 કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કયા ક્ષેત્ર માટે કેટલી જોગવાઇ:
Live TV
-
ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું હતુ. નાણામંત્રી કનુભાઈએ બજેટ લઈને જણાવ્યું હતું કે ગુજરાતની માથા દીઠ આવક 20 વર્ષમાં 19 હજારથી વધીને રૂપિયા 2.14 લાખ થઈ છે. ત્યારે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટમાં કૃષિ -પશુપાલન, આરોગ્ય, શિક્ષણને પ્રાધાન્ય આપતા ગુજરાતનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. બજેટમાં આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડ, શિક્ષણ માટે 34,883 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. તો કૃષિ માટે 7737 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. સાગર ખેડૂતોને ધિરાણ આપવા માટે 75 કરોડની ફાળવણી કરવામાં આવશે. 80 વર્ષથી વધુની વયના વૃદ્ધોને 1250 અને 60થી વધુ વયના વૃદ્ધોને રૂ.1 હજાર પેન્શનની જાહેરાત કરવામાં આવી હતી. મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
કયા ક્ષેત્ર માટે કેટલી જોગવાઈ :
માથાદીઠ આવક 20 વર્ષમાં 19,823 થી વધીને 2,14,809 થઈ છે. ગૌ સંવર્ધન માટે ખાનગી સંસ્થા કામ કરી રહી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી. જેના માટે 500 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે.
સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ કરવાની જાહેરાત. જેના માટે 10 હજાર કરોડની ફાળવણી.- કચ્છમાં મોટા ચેકડેમ બનાવવા 65 કરોડ
- બનાસકાંઠામાં સિંચાઈનો લાભ આપવા 70 કરોડ
- ધરોઈ બંધ પરિક્ષેત્રને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવા 200 કરોડ
- અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના ગામોને સિંચાઈ માટે 25 કરોડ
- કૃષિ વિભાગ માટે રૂ.7737 કરોડની જોગવાઈ
- રાજ્યમાં પ્રાકૃત્તિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે
- જળ સંપત્તિ વિભાગ માટે રૂ.5339 કરોડની જોગવાઈ
- પાણી પુરવઠા વિભાગ માટે રૂ.5451 કરોડની જોગવાઈ
- આરોગ્ય વિભાગ માટે રૂ.12240 કરોડની જોગવાઈ
- શિક્ષણ વિભાગ માટે રૂ.34884 કરોડની જોગવાઈ
- સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ માટે રૂ.500 કરોડ
- મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.4976 કરોડ
- મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ.500 કરોડ
- ગૌશાળા, પાંજરાપોળ નિભાવ ખર્ચ માટે રૂ.500 કરોડ
- ખેડૂતોને રવિપાક માટે વ્યાજ સહાય યોજના
- સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના જાહેર, રૂ.4000 કરોડની જોગવાઈ
- ધાત્રી માતાને 1000 દિવસ સુધી અપાશે રાશન. 1 કિલો તુવેરદાળ, લીટર તેલ, 2 કિલો ચણા અપાશે
- ગૃહ વિભાગ માટે રૂ.8325 કરોડની જોગવાઈ
- ગૃહવિભાગમાં વિવિધ સંવર્ગની 1094 જગ્યા ઉભી કરાશે
- સુરત અને ગિફ્ટ સીટીમાં નવા પોલીસ મથક બનશે
- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1526 કરોડ
- સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ માટે રૂ.4782 કરોડ
- કાયદા વિભાગ માટે રૂ.1740 કરોડની જોગવાઈ
- આદિજાતિ વિભાગ માટે રૂ.2909 કરોડની જોગવાઈ
- પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.9048 કરોડ
- શહેરી વિકાસ વિભાગ માટે રૂ.14297 કરોડ
- ઉદ્યોગ વિભાગ માટે રૂ.7030 કરોડની જોગવાઈ
- પ્રવાસન વિભાગ માટે રૂ.465 કરોડની જોગવાઈ
- વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ માટે રૂ.670 કરોડ