યુક્રેનમાં ફસાયેલા 107 ગુજરાતી વિદ્યાર્થીઓને પોલેન્ડથી ગુજરાત પરત લાવવામાં આવ્યા
Live TV
-
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સવારે યુક્રેનમાં ફસાયેલા 107 ગુજરાતી વિદ્યાર્થીઓને પોલેન્ડથી ગુજરાત પરત લાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પોલેન્ડથી દિલ્લી એરપોર્ટ ઉતર્યા હતા અને ત્યાંથી વોલ્વો બસ મારફતે ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આવકાર્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને ગાંધીનગરથી પોતાના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો જે વિદ્યાર્થીઓ સુરક્ષિત વતન પહોંચ્યા તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.