Skip to main content
Settings Settings for Dark

ગુજરાત માટે 5.98 એલએમટી ઘઉં અને 2.56 એલએમટી ચોખા ફાળવવામાં આવ્યા

Live TV

X
  • રાજ્યમાં 1.7 એલએમટી ઘઉંની ખરીદી કરવામાં આવી છે જે અત્યાર સુધીમાં સૌથી વધુ પ્રાપ્તિ સ્તર છે, ગત વર્ષની તુલનામાં આમાં 120% થી વધુનો વધારો

    ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના-IV) નવેમ્બર -2021 સુધી વધારવામાં આવી છે. ગુજરાત માટે 5.98 એલએમટી ઘઉં અને 2.56 એલએમટી ચોખા ફાળવવામાં આવ્યા છે અને આ સમયગાળામાં દાદરા નગર હવેલી  (ડી.એન.એચ) અને દમણ, દિવ (ડીડી) માટે 1316 મે.ટન ઘઉં અને 4,599 મે.ટન ચોખા ફાળવવામાં આવ્યા છે. લગભગ રૂ. 2,914 નું અનાજ આ સમયગાળા દરમિયાન વિના મૂલ્યે પૂરા પાડવામાં આવશે એમ આજ રોજ અમદાવાદના સેટેલાઈટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની રીજનલ ઓફીસ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ગુજરાત રીજનના જનરલ મેનેજર અસીમ છાબ્રાએ માહિતી આપતા જણાવ્યું હતું.

    અસીમ છાબ્રાએ વધુમાં જણાવ્યું હતું કે પીએમજીકેએવાય યોજના સમયાંતરે વધારી દેવામાં આવી છે અને પીએમજીકેએવાય  - III મે અને જૂન 2021 દરમિયાન પૂરા પાડવામાં આવેલા અનાજ દ્વારા સંપૂર્ણ રીતે અમલમાં મુકવામાં આવી છે. પીએમજીકેએવાય - III હેઠળ, 3.41.કરોડ ઓળખાયેલા લાભાર્થીઓ માટે ગુજરાત સરકારને 2.39 એલએમટી ઘઉં અને 1.03 એલએમટી ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, દાદરા અને નાગર હવેલી અને દમણ અને દીવમાં ઓળખાતા 2.4 લાખ લાભાર્થીઓને આશરે 593 મે.ટન ઘઉં અને 2096 મે.ટન ચોખા વિતરણ કરવામાં આવ્યા હતા. મે અને જૂન 2021 દરમિયાન રૂ. 1,167 કરોડનું ગુજરાત અને દાદરા નગર હવેલી તથા દમણ, દિવમાં વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

    અસમ છાબ્રાએ પીએમજીકેએવાય  યોજના વિશે માહિતી આપતા કહ્યું કે કોવિડ - 19 દ્વારા ઉદભવેલી આર્થિક મુશ્કેલીના કારણે ગરીબોને મુશ્કેલી વેઠવી પડે છે તે જોતા ભારત સરકાર દ્વારા માર્ચ 2020માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેએવાય) ની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત 5 કિ.ગ્રા. એન.એફ.એસ.એ. હેઠળ આવતાં તમામ લાભાર્થીઓને દર મહિને વિના મૂલ્ય અનાજ આપવામાં આવે છે. આ એન.એફ.એસ.એ. હેઠળ આપવામાં આવતા અનાજ ઉપરાંત છે. એન.એફ.એસ.એ. હેઠળ લાભાર્થીઓ કે જેમની પાસે પી.એમ.જી.કે.વાય.એ. ના લાભો પણ વધારવામાં આવ્યા છે, રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ઓળખવામાં આવેલ વ્યક્તિઓ, વિધવા અથવા અસ્થાયી રૂપે બીમાર વ્યક્તિઓ અથવા અપંગ વ્યક્તિઓ અથવા 60 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓનો નિર્વાહ અથવા સામાજિક ટેકાના કોઈ નિશ્ચિત માધ્યમ સાથેના પરિવાર, તેમજ આદિજાતિ ઘરો, ભૂમિ વિહોણા ખેતમજૂરો, સીમાંત ખેડૂતો અને આર્થિક રીતે નબળા વર્ગનો સમાવેશ થાય છે.

    રવિપાક 2021-22 દરમિયાન ઘઉંની રેકોર્ડ ખરીદી

    સમગ્ર દેશમાં ચાલુ આરએમએસ 2021-22 દરમિયાન એફસીઆઈ / રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા 433 એલએમટીની રેકોર્ડ ખરીદી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં 1.7 એલએમટી ઘઉંની ખરીદી કરવામાં આવી છે જે અત્યાર સુધીમાં સૌથી વધુ પ્રાપ્તિ સ્તર છે. ગત વર્ષની તુલનામાં આમાં 120%થી વધુનો વધારો થયો છે. આનો લગભગ 37,૦૦૦ ખેડૂતોને ફાયદો થયો છે. જેમની પેદાશો ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) પર લેવામાં આવી છે અને તેની ચૂકવણી સીધા તેમના બેંક ખાતામાં કરવામાં આવી છે એમ શ્રી છાબ્રાએ જણાવ્યું હતું.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply