ગુજરાત: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
Live TV
-
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મુજબ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ આગામી તા. 10 મી મે થી શરૂ થશે. આ પરીક્ષાઓ તા. 25 મી મે સુધી ચાલશે. જેમાં ધોરણ 10 માટે પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 કલાક સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12 ની પરીક્ષાનો સમય બપોરનાં 3 વાગ્યાથી સાંજનાં 6.30 વાગ્યા સુધીનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓનાં હિતમાં રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા અગાઉથી શૈક્ષણિક વર્ષ 2020-2021નાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકાયો હતો તેમજ ધોરણ-9 થી 10ની સાથે ધોરણ-11 અને 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાની જગ્યાએ 30 ટકા કરાયા છે. તો ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનાં પ્રશ્નપત્રમાં 50 ટકા બહુવિકલ્પ પ્રશ્નો અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રખાયા છે.
