ગુજરાત યુનિ. ખાતે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ, સુભાષઘાઈ 3 દિવસ આપશે હાજરી
Live TV
-
વિખ્યાત નિર્દેશક સુભાષ ઘઈ અને ગીતકાર-લેખક પ્રસૂન જોશીની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય ચિત્રસાધના શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘટાન કરતા મુખ્ય મંત્રી વિજય રૂપાણી. પૂણે જેવી ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી.
ભારતીય ચિત્ર સાધના દ્વારા ત્રીજા ભારતીય ચિત્રભારતી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2020નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે આવેલ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસ ખાતે ત્રીજા ચિત્રભારતી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનો આજથી પ્રારંભ થયો છે.
આજથી શરૂ થનાર આ ફિલ્મ ફેસ્ટિવલ 23 ફેબ્રુઆરી ચાલશે. ગુજરાતના CM વિજય રૂપાણીના હસ્તે ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ દરમિયાન સુભાષ ઘાઇ, દિલીપ શુક્લા, મિહીર ભૂતા અને પ્રસૂન જોષી જેવા દિગ્ગજો માસ્ટરક્લાસ લેશે.
