રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રિદિવસિય ખેડૂત સંમેલનનો આર. સી. ફળદુના હસ્તે શુભારંભ
Live TV
-
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે તા. ૨૧ થી ૨૩ સુધી ચાલનારા ત્રિદિવસીય ખેડૂત સંમેલનને કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કાર્યક્રમની સમગ્રલક્ષી સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, આજના સમયમાં પ્રાકૃતિક કૃષિનું વિશેષ મહત્વ છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે તેમને પૂરતું પ્રોત્સાહન આપવું જરૂરી છે.
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે તા. ૨૧ થી ૨૩ સુધી ચાલનારા ત્રિદિવસીય ખેડૂત સંમેલનને કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કાર્યક્રમની સમગ્રલક્ષી સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, આજના સમયમાં પ્રાકૃતિક કૃષિનું વિશેષ મહત્વ છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે તેમને પૂરતું પ્રોત્સાહન આપવું જરૂરી છે. ત્યારે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્ય સરકાર તરફથી આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ બિરદાવવા યોગ્ય છે.
WHO દ્વારા થયેલા એનાલિસિસના અનુસંધાને આવનારી પેઢીને થતા નુકસાનને અટકાવવા આ સંસ્થા દ્વારા જે પ્રાકૃતિક કૃષિવિષયક માર્ગદર્શક તેમજ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે કબીલેતારીફ છે. આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતી જ આરોગ્યપ્રદ જીવન માટેનો શ્રેષ્ઠતમ વિકલ્પ બનશે તેમાં કોઈ બેમત નથી.
કાર્યક્રમમાં રાજુલા તાલુકાની શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ના કૃષિ મંત્રી ના સ્વાગત માટે શ્રી ઓમાનંદ ગિરિ બાપુ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા રાજુલા માર્કેટિંગ યાર્ડ ના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ કિશાન સંઘ ના અઘ્યક્ષ બાબુભાઈ જેબલ્યા તથા જિલ્લા ના ભાજપ ના હોદેદારો તથા શહેર અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરિજનો ઉપસ્થિત રહ્યા હતા.
